Gujarat

રાણપુર તાલુકાના અલમપુર ગામના બસ સ્ટેશનમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે આ અજાણ્યા પુરૂષની ઓળખ માટે તપાસ હાથ ઘરી…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અલમપુર ગામના બસ સ્ટેશનમાંથી આજરોજ આશરે 42 વર્ષના અજાણ્યા પુરૂષ નો મૃતદેહ મળી આવેલ છે.આ અંગેની જાણ રાણપુર પોલીસ ને થતા પોલીસ સ્ટાફના ASI કે.વી.અણીયાળીયા,અશોકભાઈ ઝાપડીયા,રમજાનભાઈ કોંઢીયા સહીતના પોલીસ સ્ટાફ સ્થળે દોડી જઈ મૃતક પુરૂષના મૃતદેહ નો કબ્જો મેળવી પી.એમ.માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.રાણપુર પોલીસે આ અજાણ્યો ઈસમ કોન છે અને તેના વાલી-વારસાની શોધખોળ હાથ ઘરી છે.જ્યારે રાણપુર આ અજાણ્યા પુરૂષ નો વાલી – વારસો મળે તો રાણપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા રાણપુર પી.એસ.આઈ-એસ.જી.સરવૈયા એ જણાવ્યુ છે. …
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *