*માતાજીને 56 ભોગ ધરાવવામાં આવ્યો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આજે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલુ ખોડીયાર માતાજીના મંદિરે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ મોક્ષા તેજસ ઢોલકીયા માઇ ભગત દ્વારા માતાજી ને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી ગામમાં આઈ શ્રી ખોડીયાર માતાજી જયંતિ નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં અંબાજી ગામ જનો માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયારની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં ઢોલ નગારા સાથે નીકાળવામાં આવી હતી અંબાજીમાં આવેલું ખોડીયાર માતાજીના મંદિર ખાતે ખોડિયાર જયંતિની સંપૂર્ણ આયોજક આઈ શ્રી ખોડિયાર મિત્ર મંડળ અને ગ્રામજનો ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

