Gujarat

શિક્ષણ કલામંદિર હાઇસ્કુલ ઘોઘા વાડામાં માતા-પિતા પૂજન દિવસ ની ઉજવણી કરાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઇસ્કુલ ઘોઘા વાડામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સૂચના અન્વયે 14 મી ફેબ્રુઆરી નો દિવસ માતા-પિતા પૂજન દિવસ તરીકે ઉમળકાભેર ઉજવાયો શાળાના ધોરણ નવ 11 અને 12 ની વિદ્યાર્થીની અનુક્રમે મિત્તલ જાગૃતિ પૂજા અને પૂનમના માતા-પિતા સદર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ભારતીય પરંપરાગત સંસ્કૃતિ ની પ્રણાલી અનુસાર હાજર રહેલ માતા પિતા નું કુમકુમ તિલક અક્ષત અને પુષ્પહાર વડે પૂજન કરી આરતી ઉતારવામાં આવી અંતે પ્રસાદી આપી તેઓને વધાવવામાં આવ્યા શાળાના આચાર્યશ્રી ડી પી પટેલ અને શિક્ષક  વીડી પરમારે પ્રસંગોચિત ઉદ્બોધન કરી મા બાપના મહત્વ અને સંતાનોના જીવન માટે આપેલા બલિદાનો વિશે ચર્ચા કરી જગતના સાક્ષાત દેવ એટલે મા ને બાપ એ વાત બાળકોને સમજાવી આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસના શ્રેષ્ઠ માતા પિતાઓ અને શ્રેષ્ઠ સંતાનો ની ગાથા પણ વક્તવ્યમાં સમાવી બાળકોને રસપ્રદ માહિતી આપી હતી. આવા કાર્યક્રમો થકી સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

IMG-20230215-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *