મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય શાખા નડિયાદ, તેમજ ગળતેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડો આર.એસ.પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંઘાડીના મેડીકલ ઓફિસર ડો. ભાવિકા રોહિતના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંઘાડી તા.ગળતેશ્વર, ખેડાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર બિન સંક્રમિત રોગોથી બચવા અને પર્યાવરણના બચાવના આશયથી સાયકલ રેલીનું તા.૧૪-ફેબ્રુઆરી-૨૦૨૩ને મંગળવારના રોજ આયોજન કરાયું હતું.
જેમાં લાભાર્થીઓએ ભાગ લઇ સાયકલ પર આરોગ્યપ્રદ જીવનશૈલીના સૂત્રો જેમ કે ખુશ અને સકારાત્મક જીવન જીવો, તંદુરસ્ત અને આરોગ્યપ્રદ ખોરાક લો, નિયમિત રીતે આરોગ્યની તપાસ કરાવો , નિયમિત કસરત કરો, તમાકુ અને માદક કેફી દ્રવ્યોના સેવનથી દૂર રહો, ફાસ્ટ ફૂડ ન લો, પુષ્કળ પ્રવાહી પીવો, ઓછામાં ઓછી ૮ કલાક ઊંઘ લો જેવા સુત્રો દ્વારા સાયકલ રેલી થકી સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


