સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણાઓમાં પણ પૈસા કમાવી લેવાની લ્હાય લાગી હોય તેમ હલકી ગુણવત્તાના ગટરના ઢાંકણાઓ મંગાવીને પાલિકા સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોવાની બુમ પાલિકાના સદસ્યોમાં ઊઠવા પામતા ખળભળાટ મચવા પામ્યો છે. પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો અજગરે ભરડો લીધો હોય તેમ સાવરકુંડલા શહેરમાં ઉભરાઈ જતી ગટર ગંગાના ગટરના ઢાંકણામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની પાલિકાના સદસ્યોમાંજ બૂમ ઉઠવા પામી હોય તેમ માતાજીના નામ સાથેના કન્ટ્રક્શન કંપની દ્વારા કોઈ પણ લેખીત આધારો વગર જ પાલિકા સતાધીશોની મૌખિક સૂચનાથી વગર વર્ક ઓર્ડર કે ડિલિવરી લેટર વગર જ પાલિકાના કબ્જામાં રહેલા સ્થળ પર હાલ 35 જેટલા ગટરના ઢાંકણાઓ 2200 જેટલી રકમના મંગાવ્યા હોવાની પાલિકાના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે ત્યારે અડધા ઉપરાંતના ગટરના ઢાંકણાઓ સેનીટેશન વિભાગ દ્વારા ટુટલા ફૂટલા તીરાડો પડેલા ઢાંકણાઓ યુઝ પણ કરી નાખ્યાં હોવાની માહિતી મળી રહી હોય ત્યારે વાડ જ ચીભડા ગળતી હોવાની પાલિકા સતાધીશોની મેલી મુરાદ સામેલ હોવાની વિગતો મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં ભાજપ શાસિત પાલિકાના સતાધીશો સામે ભાજપના જ સદસ્યો દ્વારા વિરોધ થાય તેવા સમીકરણો સાકાર થઈ રહ્યા હોય ત્યારે વિકાસની વાતો કરતી ભાજપની પાલિકા સામે ભાજપ આવે તેવા દિવસો હવે દૂર નથી તેવું જણાઈ રહ્યું છે


