સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજના રેડીમેઈડ યુગમાં ભરતકામના કૌશલ્યને પ્રોત્સાહન મળે તેવો શિક્ષણના ભાગરૂપેનો આ સ્તુત્ય પ્રયાસ જ ગણાય. ખરાં અર્થમાં જોવા જઈએ તો આવી પ્રવૃત્તિ દ્વારા જ સ્કીલ ડેવલપમેન્ટ થઈ શકે.
———————————————————————
શ્રીબ્રાંચ શાળા નંબર ૨ કન્યા શાળામાં ૧૦ દિવસ બેગલેસ દિવસ અંતર્ગતની એક્ટિવિટીમાં ધોરણ છ થી આઠ ની દીકરીઓને વિજ્ઞાન શિક્ષિકા શ્રી અંકિતાબેન ઠુંબર દ્વારા ભરતકામના તમામ ટાંકાઓ શીખવવામાં આવ્યા અને તેઓની એક youtube ચેનલ પણ છે જેના દ્વારા તેઓ શ્રી સમયદાન આપીને બાળકોને રોજગારીમાં આગળ ઉપર લાભ થાય, તેવા કાર્યો કરી રહ્યા છે. તે બદલ શાળા પરિવાર એસએમસી અને આચાર્ય તેમને અભિનંદન પાઠવેલ


