Gujarat

સાવરકુંડલા શહેરમાં રવિવારે લગભગ બપોરે સાડાત્રણના સુમારે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શુભેચ્છા મુલાકાત લેતાં પૂ. મોરારી બાપુ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તમામ વોર્ડમાં ફરીને પૂ. બાપુએ દર્દીઓના હાલચાલ પુછ્યા. દર્દીઓએ પણ આ હોસ્પિટલની મેડિકલ સારવાર અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો.. બાપુએ પણ સંસ્થાની કામગીરીનું  પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પૂર્ણ સંતોષ સાથે રાજીપો વ્યક્ત કર્યો.
——————————————————————–
ગતરોજ રવિવારે  સાવરકુંડલા શહેરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સરપ્રાઇઝ મુલાકાત લેતાં પૂ. મોરારી બાપુ. નવા બિલ્ડીંગ ભરોસાના તમામ વિભાગોની મુલાકાત લીધી અને અહીં ઉપચારાર્થે આવેલ દર્દીઓની મુલાકાત લીધી અને દર્દીઓએ પણ આ હોસ્પિટલની મેડિકલ સારવાર અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરી બાપુના આશીર્વાદ લીધા હતા. પૂ. બાપુએ પણ હોસ્પિટલની કામગીરી સંદર્ભે પૂર્ણ સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂ. મોરારી બાપુ સાથે સંસ્થાના સહમંત્રી શ્રી ભરતભાઈ જોષી, હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશભાઈ કટારીયા, હોસ્પિટલના એમ. ડી. ડો. રત્નાકર વાણીયા, યુરોલોજીસ્ટ ડો. કેતન પંડ્યા, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. સમીર સોલંકી પૂ. બાપુની સાથે હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત વેળા સાથે રહ્યા હતા. આમ ગણો તો શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સમગ્ર સાવરકુંડલા પંથકના દર્દીઓ માટે એક આશીર્વાદ રૂપ હોસ્પિટલ છે. અહીં મેડિકલ ટ્રીટમેન્ટ માટે પ્રવેશતાં તમામ દર્દીઓને તમામ પ્રકારની મેડિકલ સારવાર નિશુલ્ક અને શ્રેષ્ઠ કક્ષાની કરવામાં આવે છે. અહીં દર્દીનૈ ખરાં અર્થમાં નારાયણનું સ્વરૂપ સમજવામાં આવે છે. આ હોસ્પિટલમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હસ્તે મુખે પોતાના ઘરે વિદાય થતાં જોવા મળ્યાં છે. આમ ગણો તો કોર્પોરેટ હોસ્પિટલોને ટક્કર મારે તેવી આરોગ્ય સારવાર અહીં આ હોસ્પિટલમાં તદ્દન નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવી રહી છે. એક વખત તો શુભેચ્છા મુલાકાત લેવા જેવી હોસ્પિટલ અવશ્ય ગણાય.. આ સંસ્થામાં આપેલું અનુદાન સો ટકા દર્દીઓની ઉત્તમોત્તમ સારવાર અર્થે વપરાય છે..
પૂ. મોરારી બાપુએ હોસ્પિટલની તમામ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી પોતાના રાજીપો વ્યક્ત કર્યો હતો.

IMG-20230402-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *