સુરત ખાતે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે મુજબ TB મુક્ત ભારત TB મુક્ત સુરત અંતર્ગત નીમુબેન એચ સોજીત્રા દ્વારા TB ના 10 દર્દી ને દત્તક લીધા તેમ જ તેમના દ્વારા દર્દીને ને પ્રોટીન પાવડર નું વિતરણ કરેલ છે આ કાર્યક્રમમાં ઉમરવાડા PHI ના મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક શાહ દ્વારા ટીબી રોગ, પોષણયુક્ત આહાર, તેમજ દવાની નિયમિતતા વિશે વિસ્તૃત માહિતી આપેલી હતી આ કાર્યક્રમમાં NTEPના સ્ટાફ દીક્ષિત જી ગોહિલ, યોગેશ સોજીત્રા તથા અન્ય સ્ટાફ હાજર રહેલ હતા …સાથે મહેમાનોમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ અને એન્ટિ ક્રાઈમ પ્રેસિડન્ટ તૃપ્તિ સોજીત્રા અને સાથે દિપાલી સોજીત્રા પણ હાજર રહ્યા હતા. તેને ટીબી વર્લ્ડ ડે નિમિત્તે સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશનના ગુજરાત પ્રેસિડન્ટ સોનલબેન ડાંગરિયા ટીબી મુક્ત ભારત બને એવી મહેચ્છાઓ પાઠવે છે
રિપોર્ટર સોનલ ડાંગરિયા



