સુરત
પાંચ મહિના પહેલા સુરતના ડીડોલી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા પરિવારના ઘરે ચોરી થઈ હતી. જાેકે ચોરી અન્ય કોઈએ નહીં પણ તેમના જ મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતા ભાડુઆતે કરી હતી. રુપિયા ૧.૭૨ લાખનો ચોરીનો માલ સામાન લઇને તે ફરાર થઇ ગયો હતો. આ હિસાબને પકડવા માટે પોલીસે પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પોલીસ આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના શ્રીનાથનગરમાં રહેતા અજયસિંહ ભુમાદિગર ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૩ માર્ચ ૨૦૨૩ના સમયગાળા દરમિયાન મકાન માલિકની પત્નીએ પોતાના મકાનના કબાટમાં સોનાની ચેઈન, બ્રેસલેટ, સોનાની રીંગ, લોકેટ, કાનની બુટ્ટી સહિતના કુલ રૂપિયા ૧,૭૨,૧૮૫ ની કિંમતના સોનાના દાગીના રાખેલા હતા. આ તમામ દાગીનાની ચોરી થઇ હતી. ચોરીની ઘટના બની એ જ દિવસે સવારે ભાડુઆત પણ ફરાર થઇ ગયો હતો. જેથી મકાન માલિકને શંકા જતા ભાડુઆતનો રુમ તેમણે ચેક કર્યો હતો. જે દરમિયાન મકાન માલિકની પત્નીની કાનની બુટ્ટીનું ખાલી બોક્સ ત્યાંથી મળી આવ્યુ હતું. જેથી મકાન માલિકે બિહાર ભાગી ગયેલા ભાડુઆત અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. જાેકે થોડા દિવસ પહેલા પોલીસને માહિતી મળી હતી કે બિહાર નાસી ગયેલ ભાડુઆત આરોપી તુલસીકુમાર ઘુટો બિહારથી સુરતમાં આવ્યો છે. અને ડીંડોલી મધુરમ સર્કલ પાસે આવેલ કેનાલ રોડ પાસે ઉભો છે. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


