Gujarat

સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ( એસ.ઓ.જી.અમરેલી.) 

પ્રેસનોટ તા.૦૬/૦૩/૨૦૨૩.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા એક જીવતો કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તથા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,  સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ ખાટકી વાડમાં રહેતો યાસીન હબીબભાઇ ચૌહાણ ગેરકાયદેસર એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા એક જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ ઃ-
  (૧) યાસીન હબીબભાઇ ચૌહાણ ઉં.વ.૨૩, ધંધો. મજુરી રહે.જુના બસ સ્ટેન્ડ પાસે, ખાટકીવાડ,  તા.સાવરકુંડલા જી.અમરેલી
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતીહાસ ઃ-
મજકુર પકડાયેલ ઈસમ યાસીન હબીબભાઇ ચૌહાણ વિરૂધ્ધ આ અગાઉ (૧) ખાંભા પો.સ્ટે., પાર્ટ-બી ગુ.ર.નં.૧૨૦૦/૨૦૨૦ આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (એ) (બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ તથા (૨) ચલાલા પો.સ્ટે., પાર્ટ-બી ગુ.ર.નં.૦૩૦૭/૨૦૨૨ આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (એ) (બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ (૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે., પાર્ટ-બી ગુ.ર.નં.૦૦૬૬/૨૦૨૩ આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (એ) (બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબના ગુનાઓ  રજીસ્ટર થયેલ છે.
  મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) તથા જીવતો કાર્ટીસ નંગ-૧, નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એ.એસ.આઇ. નાજભાઇ પોપટ, તથા હેડ  કોન્સ. મનિષદાન ગઢવી, જીતેન્દ્રભાઇ મહેતા,  તથા પો.કોન્સ. જયરાજભાઇ વાળા, જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230306-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *