મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જળવાયુમાં થઈ રહેલા ગંભીર બદલવાથી જાહેર જનતાને માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે તા. 16મી ફેબ્રુઆરીના રોજ ઠાસરા તાલુકાની હરખોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સૂત્રો અને બેનરો સાથે એક રેલી યોજી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, Msw ના વિદ્યાર્થીઓ તથા આશાદીપનો સ્ટાફ જોડાયો હતો. આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા સંચાલિત આ રેલીના આરંભે સંસ્થાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પર ઉભા થઇ રહેલા જોખમો તથા તેને પહોંચી વળવા અંગે લોકો ને કઈ રીતે જાગૃત કરવા અને શું પ્રયત્નો કરવા જોઇએ તે બાબતે માહિતગાર કરાયા હતા.
બાળમાનસને પર્યાવરણથી વાકેફ કરવાની આ કવાયત બાદ સમગ્ર ગામમાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે ફર્યા હતા.


