સાબરકાંઠા
હિંમતનગરના કાંકણોલમાં આવેલા જીલ્લા શિક્ષા કચેરી આઇ.ઇ.ડી. વિભાગ અંતર્ગત બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓના પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ ૭૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને ૭૫ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તમામ વિદ્યાર્થીઓને પતંગ, દોરી, બ્યુગલ, ફુગ્ગાઓ,ચીકી, મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લૂઇ બ્રેઇલ જન્મદિન નિમિત્તે બ્રેઇલ લેખન, વાંચન અને વકૃત્વ સ્પર્ધા ઇડર ખાત યોજાયેલ હતી. જેમાં હિંમતનગર તાલુકાના ૭ દિવ્યાંગ બાળકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ જિલ્લા આઇ.ઇ.ડી. કો.ઓર્ડિનેટર કિર્તીસિંહ ચૌહાણના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી અને જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બી.આર.સી.કો.ઓર્ડિનેટર ચિરાગભાઇ બી.પટેલ તથા વિશિષ્ટ શિક્ષક તથા સ્પેશ્યલ એજયુકેટર દ્વારા કરવામાં આવ્યુ હતુ.


