મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હિન્દુ પરિષદ અને બજરંગદળ કઠલાલ દ્વારા શેઠ એમ આર હાઈસ્કુલ માં કબ્બડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કઠલાલ અને કપડવંજ તાલુકા ની ટીમો એ ભાગ લીધો હતો.કાર્યક્રમ માં સંત શ્રી અનિરુદ્ધગીરીજી એ આશીર્વચન આપ્યા હતા તથા ડૉ હર્શિલભાઈ તથા ધૃમીનભાઇ અને મોહિતભાઈ રાયસિંઘણી એ હાજરી આપી હતી.કઠલાલ કૉલેજ ની ટીમ વિજેતા બની હતી અને મિરઝાપુર ની ટીમ બીજી આવી હતી.જેમને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.પહેલી ટીમ ને 4100 બીજી ટીમ ને 2500 ત્રીજી ચોથી અને પાંચમી ટીમ ને 1100 રૂપિયા આપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યકમ નું આયોજન હર્શભાઈ શર્મા અને મનોજભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું


