Gujarat

હિમતનગરના પ્રાંતિજ પાલિકાને ૮૫ લાખ બાકી વીજબિલ ભરવા નોટિસ પાઠવાઇ

હિમતનગર
ભાજપ શાસિત પ્રાંતિજ નગરપાલિકા છેલ્લા ત્રણેક વર્ષથી વીજ બિલ ભરવામાં કમજાેર સાબિત થઈ રહી છે અને પાર્ટ પેમેન્ટ કરતા કરતા હવે પાણી પુરવઠાના કનેક્શન અને સ્ટ્રીટ લાઈટોનું અત્યાર સુધીના બાકી વીજબિલનો આંકડો ૮૫ લાખને આંબી ગયો છે ત્યારે સરકાર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવા સહિત નાણાંકીય સહાય કરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે નોંધનીય છે કે વીજ બિલ ન ભરવાને કારણે અગાઉ પણ પ્રાંતિજ પાલિકા કચેરીનું અને કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોનું વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૨૧માં બાકી વીજબિલનો આંકડો ૨૭ લાખ સુધી પહોંચી જતા શહેરીજનોની તકલીફને નજર સમક્ષ રાખી યુજીવીસીએલ દ્વારા પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઈટના કનેક્શન ચાલુ રાખી પાલિકાની મુખ્ય કચેરીનું વીજ કનેક્શન કાપી નખાયું હતું જેને પગલે વહીવટી કામગીરી ઠપ્પ થઈ જવા સહિત પાલિકા શાસકો માટે નીચાજાેણું થયું હતું અને જે તે સમયે દિવાળીનો સમય હોવાથી રૂપિયા ત્રણ લાખ ભરવા સહિત જિલ્લા સંગઠનના હસ્તક્ષેપ બાદ પુનઃ વીજ પુરવઠો ચાલુ કરાયો હતો. આ ઘટના અગાઉ કેટલાક વિસ્તારોના વીજ કનેક્શન કાપવાની ઘટનાઓ પણ બની ચૂકી હતી ત્યારથી અત્યાર સુધી પાલિકા શાસકો દ્વારા યુજીવીસીએલના વીજ બિલ મામલે સંપૂર્ણ બેદરકારી દાખવતા પ્રાંતિજ યુજીવીસીએલના ડેપ્યુટી ઇજનેરે સ્ટ્રીટ લાઈટના ?૨,૮૪,૭૦૯ વોટર વર્ક્‌સના ૭૯,૪૫,૨૪૧ તથા વ્યવસાયિકના રૂ. ૨,૭૧,૪૪૨ મળી કુલ રૂપિયા ૮૫,૦૧,૩૯૨ એક સપ્તાહમાં ભરી દેવા તા.૧૩-૦૨-૨૩ ના રોજ કાર્યવાહી કરવાના અલ્ટીમેટમ સાથે પાલિકા ચીફ ઓફિસરને નોટિસ ફટકારી છે.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *