મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,44,620 સોદાઓમાં કુલ રૂ.26,678.82 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,606.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20055.14
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 76,176 સોદાઓમાં રૂ.3,772.94 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.58,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,868 અને નીચામાં રૂ.58,750 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.30 ઘટી રૂ.58,789ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.122 ઘટી રૂ.47,220 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.5,833ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.58,432ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,849ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,900 અને નીચામાં રૂ.73,428 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.390 ઘટી
રૂ.73,614 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.402 ઘટી રૂ.73,320 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.416 ઘટી રૂ.73,344 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,622 સોદાઓમાં રૂ.1,414.51 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.739.30ના ભાવે ખૂલી, રૂ.4.60 ઘટી રૂ.734.30 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ
રૂ.0.95 ઘટી રૂ.197.70 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.213ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1
કિલોદીઠ રૂ.0.80 ઘટી રૂ.198.25 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.183.85 જસત-મિની ઓગસ્ટ વાયદો
રૂ.0.20 વધી રૂ.212.35 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 40,905 સોદાઓમાં રૂ.1,372.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,503ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,556
અને નીચામાં રૂ.6,467 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 ઘટી રૂ.6,538 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.16 ઘટી રૂ.6,538 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.206ના ભાવે ખૂલી, રૂ.4.60 ઘટી રૂ.202.40 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 4.6
ઘટી 202.7 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.46.32 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,700 અને
નીચામાં રૂ.59,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.59,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.34.10 ઘટી રૂ.945.70 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,103.89 કરોડનાં
1,878.031 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,669.05 કરોડનાં 359.589 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.367.27 કરોડનાં 5,63,760 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,005.18 કરોડનાં 4,82,07,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.158.09 કરોડનાં 7,951 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.40.98 કરોડનાં 2,209 ટન તાંબાના વાયદાઓમાં રૂ.768.64 કરોડનાં 10,465 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.446.80 કરોડનાં 20,933 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.37 કરોડનાં 2,256 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.32.95 કરોડનાં
337.32 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,506.314 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 761.501 ટન, તાંબાના વાયદાઓમાં 17,737.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 25,639 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,659 ટન તથા જસત અને જસત-મિનીમાં
35,072 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,77,250 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,45,08,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
14,400 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 510.48 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.17.46 કરોડનાં 220 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 553 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 15,855
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,895 અને નીચામાં 15,820 બોલાઈ, 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 21 પોઈન્ટ ઘટી
15,843 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 20055.14 કરોડનું
નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 691.9 કરોડ, ચાંદી તથા
ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 3600.51 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં
ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 10675.42 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
5074.53 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 347.79 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.213.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.239 અને નીચામાં
રૂ.195.60 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6.80 ઘટી રૂ.229.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ
રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.75 ખૂલી, ઉપરમાં રૂ.1.75 અને
નીચામાં રૂ.0.20 રહી, અંતે રૂ.1.35 ઘટી રૂ.0.25 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.599ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.599 અને નીચામાં રૂ.562 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.50 ઘટી રૂ.571.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.34
ખૂલી, ઊપરમાં રૂ.47 અને નીચામાં રૂ.22.50 રહી, અંતે રૂ.1 વધી રૂ.35 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.480ના ભાવે ખૂલી, રૂ.184 ઘટી
રૂ.317 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,725ના
ભાવે ખૂલી, રૂ.160.50 ઘટી રૂ.2,571 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
1 કિલોદીઠ રૂ.0.65 ઘટી રૂ.10.50 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.195ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.222.90 અને નીચામાં રૂ.176.10 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.186.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.55 ખૂલી, ઉપરમાં રૂ.1.20 અને નીચામાં રૂ.0.55 રહી, અંતે રૂ.0.50
વધી રૂ.1 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.286.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.340.50 અને નીચામાં રૂ.286.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી
રૂ.331.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.20 ખૂલી, ઊપરમાં રૂ.37 અને નીચામાં રૂ.18.50 રહી, અંતે રૂ.1 વધી રૂ.27 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.178.50ના ભાવે ખૂલી, રૂ.69
વધી રૂ.246.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,588ના ભાવે ખૂલી, રૂ.85 વધી રૂ.1,591.50 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.730 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.1.49 વધી રૂ.11.49 થયો હતો.
