Gujarat

ગુજરાત એસ. ટી. નડીયાદ ડેપો ખાતે માન્ય ત્રણેય યુનિયન ના સહયોગથી નડીયાદ ડેપો ના સફાઈ કામદાર મિત્રો ને પ્રોત્સાહિત કરવા તેમને ગિફ્ટ  આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું.

નડીયાદ ડેપો ના સફાઈ કામદારો ને  પ્રોત્સાહિત કરાયા.
મકસુદ કારીગર,કઠલાલ
હાલ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત એસટી નિગમ એ પણ પહેલ કરી છે ત્યારે એસટી નડિયાદના વિભાગીય નિયામક  સી ડી મહાજન માર્ગદર્શન હેઠળ નડિયાદ ડેપો તેમજ વસો અને વડતાલ કંટ્રોલ પોઇન્ટ પર સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું, તેના ભાગરૂપે સફાઈ કામદારોને પ્રોત્સાહિત કરવા માટે માન્ય ત્રણેય યુનિયનના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ અને નડિયાદ ડેપોના ડેપો મેજર  કે.કે પરમાર ના માર્ગદર્શન હેઠળ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હાલ નડિયાદ ડેપોમાં સ્વચ્છતા જોઈ મુસાફર જનતા હર્ષની લાગણી અનુભવી રહી છે.

IMG-20230824-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *