Maharashtra

અહીં ટામેટાએ તોડ્યો ભાવનો તમામ રેકોર્ડ!… ૭ અઠવાડિયામાં ૭ વખત વધ્યા ટામેટાના ભાવ

મુંબઈ
૨૩ જુલાઈના રોજ કન્ઝ્‌યુમર અફેર્સ ડેટા અનુસાર દેશમાં ટામેટાની મહત્તમ કિંમત ૨૦૦ રૂપિયાની નીચે આવી ગઈ હતી અને જાે મુંબઈની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ટામેટાની છૂટક કિંમત ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ સપ્તાહના અંતે ટામેટાના છૂટક ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હાલ મુંબઈમાં ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર કરીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ભાવમાં થયેલા વધારાથી લેનારાઓની સંખ્યા પર પણ પ્રતિકૂળ અસર પડી છે અને તે અત્યાર સુધીના નીચા સ્તરે આવી ગયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટામેટાંની દુકાનોને ગ્રાહકોના અભાવે દુકાન બંધ કરવાની ફરજ પડી છે. પાકની કુલ અછત અને અતિવૃષ્ટિને કારણે મોટા પાયે થયેલા નુકસાનને કારણે, ટામેટાંના ભાવ, અન્ય ઘણી આવશ્યક શાકભાજી સિવાય, જૂનથી સતત વધી રહ્યા છે. જૂનમાં, ટામેટાના ભાવ ૧૩ જૂનના રોજ ૩૦ રૂપિયા પ્રતિ કિલોના નિયમિત ભાવથી લગભગ બમણા થઈને ૫૦-૬૦ રૂપિયા થઈ ગયા હતા અને જૂનના અંત સુધીમાં ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા હતા. ૩ જુલાઈના રોજ તેણે રૂ. ૧૬૦નો નવો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં શાકભાજીના વિક્રેતાઓએ આગાહી કરી હતી કે ૨૨-૨૩ જુલાઈ સુધીમાં ટામેટા ૨૦૦ એ પહોચી જશે. મીડિયા રિપોર્ટ મુજબ, છઁસ્ઝ્ર વાશીના ડિરેક્ટર શંકર પિંગલેના જણાવ્યા અનુસાર, ટામેટાંનો જથ્થાબંધ ભાવ ૮૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. જાે કે, લોનાવાલા ભૂસ્ખલનની ઘટના, ટ્રાફિક જામ અને ડાયવર્ઝનને પગલે વાશી માર્કેટમાં પુરવઠાની તંગી સર્જાઈ, જેના કારણે ભાવમાં અસ્થાયી વધારો થયો. ડિરેક્ટરે કહ્યું કે થોડા દિવસોમાં સપ્લાય ફરી શરૂ થઈ જશે. વાશીના અન્ય વેપારી સચિન શિતોલેએ ખુલાસો કર્યો કે ટામેટાં ૧૧૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. દાદર માર્કેટમાં રોહિત કેસરવાણી નામના શાકભાજીના વિક્રેતાએ જણાવ્યું કે, ત્યાં જથ્થાબંધ ભાવ ૧૬૦ થી ૧૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. દુઃખની વાત એ છે કે તે દિવસે વાશીના બજારમાં સારી ગુણવત્તાના ટામેટાં ઉપલબ્ધ નહોતા. ખાર માર્કેટ, પાલી માર્કેટ, બાંદ્રા, દાદર માર્કેટ, માટુંગા, ચાર બંગલા, અંધેરી, મલાડ, પરેલ, ઘાટકોપર અને ભાયખલામાં વિવિધ વિક્રેતાઓએ ટામેટાંના ભાવ રૂ. ૨૦૦ પ્રતિ કિલોના ઊંચા ભાવે દર્શાવ્યા હતા, જ્યારે કેટલાક રૂ. ૧૮૦ના ભાવે વેચી રહ્યા હતા. પહેલેથી જ, ઘણા પરિવારોએ તેમના ટામેટાંના વપરાશમાં ભારે ઘટાડો કર્યો છે, અને હવે તેઓ શાકાહારી અને માંસાહારી બંને આહારમાં આવશ્યક ઘટકથી દૂર રહેવાના પડકારનો સામનો કરી રહ્યા છે. ્‌ર્ંૈં રિપોર્ટમાં એગ્રીકલ્ચર કમિશનર સુનિલ ચવ્હાણના નિવેદન અનુસાર, સપ્લાય અને ભાવ સામાન્ય થવામાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. આ ઉપરાંત, અન્ય ચીજવસ્તુઓ જેવી કે આદુ (રૂ. ૩૫૦ પ્રતિ કિલો), ધાણા (રૂ. ૫૦ પ્રતિ નાના ગુચ્છા), અને મરચાં (રૂ. ૨૦૦ પ્રતિ કિલો) પણ તેમના ઊંચા ભાવને કારણે સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યાં છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *