મુંબઈ
ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ફેશન સેન્સ અને બેબાક અંદાજને લઈને ખૂબ જ પોપ્યુલર છે. તેમજ વિચિત્ર ફેશનમાં તો ઉર્ફીનું નામ લોકોના મોઢે વળદગી ગયું છે. ઉર્ફી જાવેદની બોલ્ડનેસે તેણીને ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી છે! હાલમાં જ એકવાર ફરી ઉર્ફીએ પોતાના નવા આઉટફીટ સાથે નવો લુક શેર કર્યો છે. ઉર્ફીએ બ્રાની જગ્યાએ કંઈક અતરંગી વસ્તુ પહેરેલી જાેવા મળે છે. આ સાથે તેણીએ પોતાની આઈબ્રો પણ ઉડાડી દીધી છે. ઉર્ફી જાવેદના નવા લુકના ફોટો અને વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઉર્ફીએ ડર્ટી લખેલી બ્રા પહેરેલી છે. સાથે જ તેણીએ લાઉડ મેકઅપ સાથે પોતાના વાળને બે ચોટલીમાં સ્ટાઈલ કર્યા છે. પરંતુ ઉર્ફીના નવા લુકમાં તેણીની આઈબ્રો લાઈમલાઈટમાં છે. હકીકતમાં, ઉર્ફીએ પોતાની આઈબ્રોને શૅવ નથી કરી પરંતુ બ્લીચ કરી નાંખી છે. ઉર્ફીએ પોતાના આ વિચિત્ર લુકના વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર જાતે જ શેર કર્યા છે. ઉર્ફી જાવેદ ક્યારેક કપડાંને કાતરથી કાપી નાંખે છે તો ક્યારેક કપડાં સુકાવનારી ચિપટી અથવા કચરાપેટીની થેલીથી ડ્રેસ બનાવે છે. આ બધું તો સામાન્ય છે પરંતુ ઘણીવાર તો આપણે ઉર્ફીને કપડાં વિના પોતાની ઈજ્જત ઢાંકવા માટે ન્યૂઝપેપર પહેરતા પણ જાેઈ છે. ઉર્ફી દર વખતે પોતાની ફેશનને માત આપવા અવનવા અખતરાં કરતી રહે છે. આ વખતે ઉર્ફીએ પોતાની આઈબ્રો ગાયબ કરી દીધી છે. ઉર્ફી જાવેદે આમ તો પોતાના કરિયરની શરુઆત એક્ટ્રેસથી કરી હતી. પરંતુ, તેને પોપ્યુલારિટી પોતાની અજીબોગરીબ ફેશન અને બિન્દાસ બોલવાના અંદાજે અપાવી છે. ઉર્ફી જાવેદના આ બેબાક અને બિન્દાસ અંદાજથી અમુક લોકો સોશિયલ મીડિયા પર તેણીના વખાણ કરે છે તો અમુક લોકો તેણીને જાેરદાર ટ્રોલ કરે છે. પરંતુ, દરેક લોકો અલગ-અલગ રીતે ઉર્ફીની વાત કરે છે.


