જાલોર
ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજાેય વાવાઝોડાની ઝડપ ઘટી ગઈ છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં તોફાનનો સામનો કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દ્ગડ્ઢઇહ્લ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના ડીજી અતુલ કરવલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના અભિયાન વિશે માહિતી આપી હતી. ડીજી અતુલ કરવલે જણાવ્યું હતું કે, “જેમ જેમ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે, તેમ દક્ષિણ રાજસ્થાનમાં વરસાદ આવવાની શક્યતા છે. રાજસ્થાન સરકારની વિનંતી પર અમે એક ટીમ જાલોર મોકલી છે. આ ઉપરાંત કર્ણાટકમાં ૪, મહારાષ્ટ્રમાં પણ ૫ ટીમો તૈનાત છે.