કોલકતા
અનુબ્રતા મંડલ મમતા બેનર્જીના નજીકના માનવામાં આવે છે પરંતુ હાલ તેઓ કેટલ સ્મગલિંગના કેસમાં જેલમાં બંધ છેે. આગામી સમયમાં રાજયની પંચાયત ચુંટણી છે.મમતાને પહેલા લાગતુ હતું કે અનુબ્રતા તાકિદે જેલમાંથી મુકત થશે તેમણે એ પણ કહ્યું હતું કે જયારે તેઓ જેલની બહાર આવશે તો તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવશે પરંતુ હવે તેમના બહાર આવવાની સંભાવના ખુબ ઓછી નજરે પડી રહી છે.આથી મમતાએ અનુબ્રતાની વગર જ પંચાયત ચુંટણીમાં ઉતરવાની રણનીતિ તૈયાર કરી છે.તેમાં જેલમાં બંધ નેતાના કટ્ટર હરીફને વીરભૂમની કમાન સોંપી છે. મમતા બેનર્જીએ અનુબ્રતાના કટ્ટર વિરોધી અને અલ્પસંખ્યક નેતા કાજલ શેખની સાથે સાંસદ શતાબ્દી રોયને વીરભૂમ જીલ્લાની ચુંટણી કોર સમિતિમાં જગ્યા આપી છે.તેમના આ નિર્ણય બાદ કમિટિના સભ્યોની સંખ્યા ચારથી સાત સુધી પહોંચી ગઇ છે. મમતાનું કહેવુ છે કે તે ખુદ પોતાના મંત્રી ફિરહાદ હાકિમની સાથે તમામ ચુંટણી પર નજર રાખશે.જાે કે અનુબ્રતાની વગર વીરભૂમમાં ટીએમસી નબળી જ કહેવાશે પરંતુ શતાબ્દી અને કાજલ શેખને આગળ કરી મમતાએ પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે અર્થ સ્પષ્ટ છે કે ગમે તેમ કરી પંચાયત ચુંટણી જીતવી જરૂરી છે. પહેલા આ કોર કમિટીમાં ધારાસભ્ય વિકાસ રોય ચૌધરી,અભિજીત સિંહ,ચંદ્રનાથ સિંહ,આશીષ બંધોપાધ્યાય સામેલ હતાં હવે આ કમિટિમાં શતાબ્દી રોય અને કાજલ શેખ ઉપરાંત અસિત મલ પણ સામેલ છે. મમતા બેનર્જીએ વીરભૂમ જઇ એક બેઠક કરી હતી અભિનેતામાંથી નેતા બનેલ શતાબ્દી રોયે લોકસભાની ત્રણ ચુંટણી વીરભૂમથી લડી છે સતત તે અનુબ્રતાની ટીકા કરતી નજરે પડે છે જાે કે કયારેક તેમણે અનુબ્રતા પર કોઇ આરોપ લગાવ્યો નથી પરંતુ તેમનું કહેવુ હતું કે તેમને પાર્ટીની બેઠકોમાં બોલાવવામાં આવતા નથી તેમના જેલ ગયા બાદ તે વીરભૂમમાં ખુબ જાણીતા થયા છે જાે કે જાહેરમાં તે કહે છે કે અનુબ્રતાની સાથે તે દરેક પગલે ઉભા છે.કાજલ શેખ પણ અનુબ્રતાની વિરોધી ગણાય છે તેમની ધરપકડ બાજ તેમણે જાહેર વાંધાજનક તસવીર પણ સોશલ મીડિયા પર નાખી હતી તેમણે કહ્યું હતું કે શક્તિ હંમેશા કાયમ રહેતી નથી. મમતાના વલણથી સ્પષ્ટ છે કે તે તમામ મોટા નેતાઓને લઇ પંચાયત ચુંટણીમાં દરેક સ્થિતિમાં જીત હાંસલ કરવા ઇચ્છે છે. ફિરહાદ હાકિમે પણ કહ્યું કે વીરભૂમની તમામ બેઠકો જીતવાની છે જાે કે ભાજપ નેતાઓએ આ એકસરસાઇજ બેકારની લાગે છે.ભાજપ નેતા સમ્મિક ભટ્ટાચાર્ય કહે છે કે ટીએમસી એકતા બતાવવાનો પ્રયાસમાં છે પરંતુ પ્રજાને બધુ જ જાણકારી છે તમામ તમામ પેતરા ચુંટણીમાં કામ આવશે નહીં