National

સગબાર પોલીસે ટી.સી.ની પેટીઓમાં દારૂની હેરાફેરી કરતા ૨ બૂટલેગરોને ઝડપ્યા, ૧૩.૫૪ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા
સગબાર પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપામારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સગબારા પોલીસને મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી વોચમાં હતા. દરમિયાન ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપી પડ્યા હતા. બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો આજમાવતા હોય છે. સાગબારા પોલીસે મહારાષ્ટ્રથી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં બુટલેગર દ્વારા તદ્દન નવી તરકીબ અપનાવવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રીક ટી.સી. જેવા પતરાના બોક્સ બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. ત્યારે બુટલેગરની નવી તરકીબને સાગબારા પોલીસે નાકામ કરી છે અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની અટકાયત કરી છે. આઇસર ટેમ્પામાં ટી.સી. જેવા દેખાવવાળી લોખંડ પતરાની પેટીઓની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલો હતો. જેમાં બીયર ટીન નંગ-૨૦૮૮ કિંમત રૂ.૭,૧૭,૬૦૦નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન, ટી.સી. જેવા દેખાવવાળી લોખંડની પેટીઓ નંગ-૧૬ કિંમત રૂ.૩૨,૦૦૦ તથા આઇસર ટેમ્પો રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧૩,૫૪,૬૦૦ સાથે બે આરોપીઓ (૧) અનવર સલીમ ખાન (૨) રીહાન સલીમ ખાનને પકડી પાડ્યા હતા. તેમજ વોન્ટેડ આરોપી હરીશ પટેલ વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી પ્રોહીબીશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *