National

જાેશીમઠમાં તમામ પ્રોજેક્ટ અને બાંધકામ પર પ્રતિબંધ ઃ ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર ધામીએ નિરીક્ષણ કર્યું

ચમોલી
પહાડી રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જાેશીમઠમાં મકાનોમાં પડેલી તિરાડોને જાેતા અહીં તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ આ અંગે માહિતી આપી હતી. જાેશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાને કારણે લોકો મૃત્યુના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે શનિવારે અહીં પહોંચ્યા હતા. તેમણે જાેશીમઠની આસપાસ જઈને રસ્તાઓ અને મકાનો પરની તિરાડોનું નિરીક્ષણ કર્યું. માહિતી આપતાં ડીએમએ કહ્યું કે, ‘જાેશીમઠની વર્તમાન સ્થિતિને જાેતા, આગામી આદેશ સુધી અહીં તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ પુષ્કર ધામી પોતે અહીં આવશે અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. તે અહીં રાહત શિબિરોમાં જશે. જાેશીમઠમાં સ્થિતિને જાેતા નિષ્ણાતો અને દ્ગડ્ઢઇહ્લની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ધામીએ અહીં પહોંચી નિરીક્ષણ કર્યું હતું. જાેશીમઠમાં થઈ રહેલી ભૂસ્ખલનની સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી હેલાંગ બાયપાસનું બાંધકામ, એનટીપીસી તપોવન વિષ્ણુગઢ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ હેઠળનું બાંધકામ અને મ્યુનિસિપલ વિસ્તાર હેઠળના બાંધકામનું કામ અટકાવી દીધું છે. આ સાથે પ્રશાસને આગોતરા આદેશ સુધી જાેશીમઠ-ઓલી રોપવેની કામગીરી પણ અટકાવી દીધી છે. જાેશીમઠ શહેરમાં ભૂસ્ખલનની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગઢવાલના કમિશનર સુશીલ કુમારે જાેશીમઠમાં દ્ગડ્ઢઇહ્લ ટીમને તૈનાત કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ જાેશીમઠના સિંહધાર વોર્ડમાં ભૂસ્ખલનને કારણે એક મંદિર તૂટી પડ્યું હોવાની માહિતી સામે આવી છે. જમીન ધસી પડવાને કારણે મા ભગવતીનું પૌરાણિક મંદિર એક ઘરની ટોચ પર પડ્યું હતું, જેના કારણે ઘરની છત પર તિરાડો પડી હતી.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *