National

ભારતનો બીએસએફની માદા શ્વાન પ્રેગ્નેટ થતાં હડકંપ, તાત્કાલિક કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ

શિલોન્ગ
મેઘાલયના શિલોન્ગ વિસ્તારમાં બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત બીએસએફની ઈન્વેસ્ટિગેટિવ માદા શ્વાન પ્રેગ્નેટ થતાં હડકંપ મચી ગયો છે. બીએસએફે મામલામાં કોર્ટ ઓફ ઈંક્વાયરીના આદેશ આપ્યા છે. બોર્ડર આઉટપોસ્ટ પર તૈનાત લૈલ્સી નામની આ માદા શ્વાસ ફીમેલ ડોગે હાલતમાં ત્રણ ગલુડીયાને જન્મ આપ્યો છે. નિયમ મુજબ, એક બીએસએફ ડોગ હાઈ સિક્યોરિટી ઝોન અને હેંડલરની સતત દેખરેખ તથા સુરક્ષાની વચ્ચે ગર્ભવતી થઈ શકતી નથી. નિયમ તો એવું પણ કહે છે કે, બીએસએફના પશુ ચિકિત્સા વિંગની સલાહ અને દેખરેખમાં જ શ્વાનને પ્રજનન કરવાની મંજૂરી આપવામાં આવે છે. ૪૩મી બટાલિયનની ફીમેલ ડૉગ લૈલ્સી ગત ૫ ડિસેમ્બરે સીમા ચૌકી બાધમરામાં ત્રણ ગલુડીયાને જન્મ આપ્યો છે. શિલોન્ગમાં આવેલ બીએસએફ હેડક્વાર્ટરે આ મામલાની સંક્ષિત કોર્ટ તપાસ કરવાના આદેશ આપ્યા હતા. ઈન્વેસ્ટિગેટિવ ડૉગ માટે શું હોય છે નિયમ? તે..જાણો.. તેની જવાબદારી બીએસએફના ડેપ્યુટી કમાંડેટ અજીત સિંહને આપવામાં આવી છે. તેમણે આ મહિનના અંત સુધીમાં રિપોર્ટ જમા કરવાનો છે. અહીં ઉલ્લેખનિય છે કે, બીએસએફ સહિત અન્ય કેન્દ્રીય ફોર્સમાં ઈન્વેસ્ટિગેટિવ કુતરા ટ્રેનિંગ, પ્રજનન, રસીકરણ, આહાર અને સ્વાસ્થ્ય લઈને વિશેષ સાવધાની રાખવામાં આવે છે. તો વળી નિયમ અંતર્ગત બીએસએફના પશુ ચિકિત્સા વિંગની સલાહ અને દેખરેખમાં કુતરાના પ્રજનન કરવાની મંજૂરી આપવામાં આવે છે. બીએસએફના પશુ ચિકિત્સક વિંગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે અમારા પ્રશિક્ષિત ડોગની પ્રેગ્નેન્સી માટે એક નિર્ધારિત પ્રક્રિયા છે. ત્યારે આવા સમયે બની શકે કે, ડોગી પોતાની હેંડલરની લાપરવાહીના કારણે ગર્ભવતી થઈ હોય.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *