બોલીવુડની ઘણી મોટી ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે. તેમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણબીર કપૂરની ‘લવ એન્ડ વોર’ પણ સામેલ છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે તેની શરૂઆત રણબીર કપૂરથી થઈ હતી, હવે વિકી કૌશલ અને આલિયા ભટ્ટે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી મુંબઈ ગોરેગાંવના ‘સ્ટુડિયો ૨ ફિલ્મ સિટી’ના જટિલ સીનનું શૂટિંગ થઈ રહ્યું છે.
હાલમાં બંને કલાકારો પોતપોતાના ભાગનું કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ડિસ્કો પ્રેરિત સેટ પર શૂટિંગ શરૂ થશે. હાલમાં જ મિડ ડેનો એક રિપોર્ટ સામે આવ્યો છે કે ૮૦ના દાયકાની ડિસ્કો થીમ પર સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જે તે જૂની જાદુઈ અનુભૂતિ આપી રહ્યું છે. લગભગ ૩૦ ડાન્સ મેમ્બર્સ ‘લૈલા મેં લૈલા’ જેવી ક્લાસિક ધૂન પર ડાન્સ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોની નાની નાની વિગતોનું ખૂબ ધ્યાન રાખે છે.
એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે ડિરેક્ટર દરેક વસ્તુ પર નજર રાખી રહ્યા છે. ભણસાલી પોતે મ્યુઝિક, લાઈટ્સ અને સમગ્ર સીન પર દેખરેખ રાખી રહ્યા છે. આ હાઈ એનર્જી ગીતની વચ્ચે આલિયા ભટ્ટ અને વિકી કૌશલના પાત્રો ઈમોશનલ સીન શૂટ કરશે, જે વાર્તાને નવો મોડ આપશે. આલિયા ભટ્ટ આગામી ૧૦ દિવસ સુધી ‘લવ એન્ડ વોર’ની તૈયારી કરવા જઈ રહી છે. ભણસાલી સાથે આ તેની બીજી ફિલ્મ છે.
તે વર્ષ ૨૦૨૨માં ‘ગંગુબાઈ’માં જાેવા મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ આલિયા ભટ્ટ તેની બીજી ફિલ્મ ‘આલ્ફા’ના શૂટિંગ માટે રવાના થશે. જ્યારે રણબીર કપૂર તેની રામાયણનું શૂટિંગ પૂર્ણ કરીને પરત ફર્યો છે. તેની પણ મુખ્ય ભૂમિકા છે, તેથી તેણે અંત સુધી શૂટિંગ કરવું પડશે. વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હજુ સુધી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ નવી તારીખ પર વિચાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેને આગળ ખસેડવામાં આવશે.