હિના ખાન એવોર્ડ શોથી હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સામે આવ્યો, હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણીએ વીડિયો શેર કર્યો
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરના રોલથી ઘર ઘરમાં ફેમસ થયેલી હિના ખાન હાલમાં ખુબ મુશ્કેલિમાં જાેવા મળી રહી છે. અભિનેત્રી હિના ખાન સાથે એવું થયું છે જેનાથી તેના ચાહકો દુખી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ જાણ્યા બાદ સૌ કોઈ હેરાન જાેવા મળી રહ્યા છે. ત્રીજા સ્ટેજમાં કેન્સર સામે ઝઝુમી રહેલી અભિનેત્રી હાલમાં એક વીડિયો શેર કર્યો છે અને પોતાનું હેલ્થ અપટેડ પણ આપ્યું છે.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અભિનેત્રી પોઝિટિવ જાેવા મળી રહી છે. આ બધું તેના વીડિયોમાં જાેવા મળી રહ્યું છે. હાલમાં તેમણે તેની પ્રથમ કીમોથેરાપી બાદનો વીડિયો શેર કર્યો છે અને તેમણે વીડિયો શેર કરતા કહ્યું કે, તે પોતાને કઈ રીતે મોટિવેટ કરી રહી છે અને હોસ્પિટલ પહોંચી. તેની આખી જર્નીનો વીડિયો સામે આવ્યો છે.
હિના ખાન એવોર્ડ શોથી સીધી હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની હિંમત પણ સખત જાેવા મળી રહીછે, સ્માઈલ સાથે હોસ્પિટલમાં દાખલ પણ થઈ હતી. આ વીડિયો શેર કરતા હિના ખાને એક લાંબું કેપ્શન પણ લખ્યું છે.
આ એવોર્ડ શોમાં મને મારા કેન્સર વિશે જાણ થઈ પરંતુ મે આને નોર્મલ લેવાનો ર્નિણય લીધો, મારા માટે જ નહિ બધા માટે. આ એ દિવસ હતો જેમણે બધું જ બદલી નાંખ્યું છે.મે મારા આ અનુભવને સામાન્ય બનાવવાનો વિક્લપ પસંદ કર્યો. હું સૌ લોકોને કહું છુ કે, આપણા જીવનના પડકારોને સામાન્ય બનાવો ત્યારબાદ તમારો લક્ષ્ય નિર્ધારિત કરો, અને તેને પુરો કરવાનો પ્રયાસ કરો. પછી ભલે તે ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય. ક્યારે પણ પાછળ ન હટો અને હાર ન માનો. થોડા દિવસો પહેલા હિના ખાન બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર સામે આવ્યા હતા.
ત્યારબાદ અભિનેત્રીએ ખુલાસો કરતા કહ્યું કે, તેને કેન્સર છે અને આ વાત સાંભળતા જ ચાહકો પરેશાન જાેવા મળી રહ્યા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી ચાહકો સાથે શેર કરી હતી કે, હાલમાં તેને જાણ થઈ છે કે, તે સ્ટેજ થ્રીના કેન્સર સામે લડી રહી છે.