બોલિવૂડના જાણીતા નિર્દેશક આનંદ એલ રાયે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં કંગના રનૌતની ‘તનુ વેડ્સ મનુ’ પણ સામેલ છે. ૨૦૧૧માં રિલીઝ થયેલી તનુ વેડ્સ મનુની સાથે તેની સિક્વલ પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ડિરેક્ટર ફિલ્મનો ત્રીજાે ભાગ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
અબુ ધાબીમાં આયોજિત ૈંૈંહ્લછ એવોર્ડ્સ ૨૦૨૪માં, આનંદ એલ રાયે તનુ વેડ્સ મનુના ત્રીજા ભાગ વિશે અપડેટ આપ્યું હતું. થોડા સમય પહેલા આનંદ એલ રાયે પુષ્ટિ કરી હતી કે તે આ ફિલ્મનો ત્રીજાે ભાગ બનાવશે. હવે ડાયરેક્ટરે આઈફા એવોર્ડ્સ ૨૦૨૪ દરમિયાન તનુ વેડ્સ મનુ વિશે વાત કરી અને કહ્યું કે આ વખતે તે ફિલ્મના ત્રીજા ભાગમાં એક નવી વાર્તા લઈને આવશે.
આઈફા એવોર્ડ્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતા આનંદ એલ રાયે કહ્યું, “હું આ ફિલ્મના ત્રીજા ભાગમાં અગાઉની વાર્તાનું પુનરાવર્તન કરવા માંગતો નથી, તેથી હું લોકોને એક નવી વાર્તા આપવા માંગુ છું જેના પર હું કામ કરી રહ્યો છું. ‘તનુ વેડ્સ મનુ’નો ત્રીજાે ભાગ પહેલા બે ભાગ કરતાં સાવ અલગ હશે. વાતચીત દરમિયાન ડાયરેક્ટર કંગના રનૌતના વખાણ કરતા જાેવા મળ્યા હતા. આનંદ એલ રાયે કહ્યું, “કંગના એક મહાન અભિનેત્રી છે.
આ જ કારણે તે તનુ વેડ્સ મનુ જેવી સફળ ફિલ્મો આપી શકી હતી. કંગના ખૂબ જ સંવેદનશીલ અને દયાળુ વ્યક્તિ છે. હું મારા આગામી પ્રોજેક્ટમાં તેની સાથે કામ કરવાનું વિચારી રહ્યો છું. બસ એકવાર મારી વાર્તા તૈયાર થઈ જાય. એક સાંસદ તરીકે મને લાગે છે કે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી છે.
તે અભિનેતા અને રાજકારણી બંને ભૂમિકાઓ સારી રીતે નિભાવી શકે છે. ફિલ્મની રિલીઝ પર આનંદ એલ રાયે કહ્યું કે તેના માટે ચાહકોએ થોડી રાહ જાેવી પડશે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે વિશે કંઈ કહી શકાય નહીં, કારણ કે તેની સ્ટોરી પર કામ હજુ ચાલી રહ્યું છે.