બિગ બોસ ઓટીટી ૩માં અનિલ કપુરે વીક એન્ડ કા વારમાં યુટ્યુબર અરમાન મલિકની પહેલી પત્ની પાયલે પણ થપ્પડકાંડ પર વાત કરી છે. તેમણે કહ્યું કે, વિશાલ પાંડે અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકને લઈ ખોટી વાત કરી હતી. વિશાલે કૃતિકાને જાેઈ પોતાના મિત્ર લવકેશ કટારિયાના કાનમાં કહ્યું હતુ કે, કૃતિકા મલિક સારી લાગે છે.અરમાન અને કૃતિકા બંન્ને આ વાતથી અજાણ હતા. પાયલના ખુલાસા બાદ અરમાને વિશાલને થપ્પડ મારી હતી.
બિગ બોસના ઘરમાં જાે કોઈ સ્પર્ધક અન્ય સ્પર્ધકને થપ્પડ મારે છે તો તેને હિંસા કહેવામાં આવે છે અને બિગ બોસના નિયમ મુજબ હિંસા કરનારને ઘરની બહાર કરી દેવામાં આવે છે. બિગ બોસ ૧૭માં અભિષેક કુમાર પર હાથ ઉઠાવવાને કારણે તહલકા બિગ બોસમાંથી બહાર થયો હતો. આ કારણે અરમાને વિશાલ પાંડેને થપ્પડ મારી તો એવું લાગી રહ્યું હતુ કે, તેને શોમાંથી બહાર કરી દેવામાં આવશે પરંતુ બિગ બોસની ટીમે અરમાનને ઘરમાંથી બહાર કાઢ્યો નહિ.
અરમાને વિશાલ પર હાથ ઉઠાવ્યા બાદ બિગબોસે લવકેશ કટારિયા,રણવીર શૌરી અને દીપક ચૌરાસિયાને કન્ફેશન રુમમાં બોલાવ્યા હતા. તેને બિગ બોસે કહ્યું જ્યારે પણ કોઈ બિગ બોસના ઘરમાં અન્ય સ્પર્ધક પર હાથ ઉઠાવે છે તો તેને ઘરમાંથી બહાર કરી દેવામાં આવે છે પરંતુ આ ઘટના અન્ય કરતા અલગ છે. આ મામલે અરમાન એક પતિ છે અને તેની પત્ની વિરુદ્ધ કઈ ખોટા શબ્દનો ઉપયોગ થયો છે. એટલે કે, જાેવા જઈએ તો તેને આ માટે ઉશ્કેરવામાં આવ્યો છે.
એટલા માટે તમારે નક્કી કરવાનું રહેશે કે, અરમાનને શોમાં રાખવામાં આવે કે પછી શોમાંથી બહાર કરી દેવો જાેઈએ. કન્ફેશન રુમમાં આવતા જ ૩ સ્પર્ધકોના ર્નિણય પર જાેઈએ તો અરમાન મલિક નહિ પરંતુ વિશાલ પાંડે ખોટો છે. એટલા માટે અરમાનને કોઈ સજા થવી જાેઈએ નહિ, પરંતુ અનિલ કપુરે આ ત્રણેય સ્પર્ધકના ર્નિણય ઘરવાળાઓ સાથે શેર કરતા અરમાને કહ્યું કે, ભલે તને બિગ બોસના ઘરમાંથી બહાર કર્યો નથી પરંતુ તારી સજા એ છે કે, ઘરથી બહાર થવા સુધી દરેક અઠવાડિયે તને નોમિનેટ કરવામાં આવશે.