પીકી બ્લાઇંડર્સ, ઓપેનહેઇમર સ્ટાર સિલિયન મર્ફી અને તેની પત્ની વોન મેકગિલિસે તાજેતરમાં એક થિયેટર ખરીદ્યું. ઓસ્કાર વિજેતા અભિનેતા માટે આ થિયેટર ખૂબ જ ખાસ છે. આ થિયેટર દક્ષિણ પશ્ચિમ આયર્લેન્ડના કાઉન્ટી કેરીના ડીંગલમાં આવેલું છે. આ થિયેટરનું નામ ફોનિક્સ સિનેમા છે, જે ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. વર્ષ ૨૦૨૫માં, આ કપલ ફોનિક્સ સિનેમાનું નવીનીકરણ કરાવશે. થિયેટર ઉપરાંત, આ સિનેમા હોલને ડાન્સ હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાઉન્ટી કેરીમાં ફોનિક્સ સિનેમા એકમાત્ર થિયેટર છે, અને અભિનેતાઓએ તેને ખરીદ્યું તે પહેલા ત્રણ વર્ષ સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હોલ વિશે વાત કરતા કિલિયનએ કહ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે ઉનાળાની રજાઓમાં તે તેના પિતા સાથે આ હોલમાં ફિલ્મો જાેવા આવતો હતો. એટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે આ હોલ એટલો જૂનો છે કે જ્યારે તેના પિતા નાની ઉંમરમાં હતા ત્યારે તેઓ પણ ત્યાં ફિલ્મો જાેવા જતા હતા.
થિયેટરની વિશેષતા વર્ણવતા, કિલિયનએ કહ્યું કે તેના પિતા પછી તેણે પણ આ હોલમાં તેના બાળકો સાથે ફિલ્મો જાેઈ છે. તેણે કહ્યું, અમે જાણીએ છીએ કે ડિંગલનો સિનેમાનો અર્થ શું છે. ફોનિક્સ ૧૦૫ વર્ષ જૂનું છે, એટલે કે, તેને વર્ષ ૧૯૧૯માં જીમી અને જાેની હોલિહાન બ્રધર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ થિયેટરમાં આગની બે ઘટનાઓ બની છે, જે પછી તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૫૦ દરમિયાન, આ થિયેટર જાેન મૂરે ખરીદ્યું હતું અને તેણે તેમાં કોન્સર્ટ હોલ અને ડાન્સ હોલ ખોલ્યો હતો. પાછળથી વર્ષ ૧૯૭૮માં, ફિનિક્સ સિનેમાને માઈકલ ઓ’સુલિવને ખરીદ્યું અને કોવિડ-૧૯ના આગમન સુધી તેને ચલાવવાનું ચાલુ રાખ્યું. જાેકે, લોકડાઉન દરમિયાન તેણે આ થિયેટર બંધ કરવું પડ્યું હતું. કિલિયનની પત્ની વોન મેકગિલિસે આ હોલ વિશે વાત કરતા કહ્યું કે અમે તેને ફરીથી ખોલવા માંગીએ છીએ, જેથી અમે તેના દ્વારા આ શહેરની સંસ્કૃતિને ફરીથી સ્થાપિત કરી શકીએ.