વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ પર ભારે હોબાળો થયા બાદ, ર્ં્્ પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટ શોની વાંધાજનક સામગ્રીમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે. આ શ્રેણીમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝના ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થવા માટે કહ્યું હતું.
આજે દ્ગીંકઙ્મૈટ હેડ મોનિકા શેરગિલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ હાજર થઈ હતી. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. આ સમય દરમિયાન, Nªflix દ્વારા કેન્દ્ર સરકારને કહેવામાં આવ્યું હતું કે તેઓ વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. એ પણ ખાતરી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સિરીઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
આ મામલે કેન્દ્ર સરકારે કહ્યું છે કે સર્જનાત્મકતાના નામે ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકાય. સરકારનું કહેવું છે કે સપોર્ટ કરવાની સાથે અમે કન્ટેન્ટ અને કન્ટેન્ટ ક્રિએટરને પણ પ્રમોટ કરી રહ્યા છીએ. પરંતુ તથ્યો સાથે છેડછાડ ન કરવી જાેઈએ. એવું કહેવામાં આવ્યું છે કે ફિલ્મ અથવા સીરિઝને રિલીઝ કરતા પહેલા, યોગ્ય સંશોધન કરવું જાેઈએ અને હકીકતની તપાસ પણ કરવી જાેઈએ. ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ અનુભવ સિન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
આ સીરિઝ નેટફ્લિક્સ પર ૨૯ ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. શ્રેણીમાં ૬ એપિસોડ છે. તે ૧૯૯૯માં બનેલી કંદહાર પ્લેન હાઇજેકની ઘટના પર આધારિત છે. અત્યાર સુધી બધું બરાબર છે. આ સિરીઝના બે હાઇજેકર્સના નામને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ પ્લેનને પાંચ હાઈજેકર્સ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન પોતાના કોડ નેમ રાખ્યા હતા. તેમના નામ ભોલા, શંકર, ડોક્ટર, બર્ગર અને ચીફ હતા. જાેકે તેમના સાચા નામ ઈબ્રાહિમ અથર, સની અહેમદ કાઝી, ઝહૂર ઈબ્રાહીમ, શાહિદ અખ્તર અને સૈયદ શાકિર હતા.
શ્રેણીના આગમન પછી આતંકવાદીઓના નામ ભોલા અને શંકર હોવાને લઈને હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમના પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. શ્રેણીના નિર્માતાઓની સાથે નેટફ્લિક્સ પર પણ ગુસ્સો ઠાલવવામાં આવ્યો હતો. પ્રતિબંધનો ટ્રેન્ડ શરૂ થયો હતો. વિવાદ પછી, સરકારે Nªflix હેડને બોલાવ્યા અને હવે OTT પ્લેટફોર્મ ફેરફારો માટે તૈયાર છે.