Entertainment

‘IC 814’ વેબ સિરીઝને લઈને વિવાદ ઉગ્ર બન્યો

હાલમાં જાે કોઈ વેબ સિરીઝની ચર્ચા થઈ રહી છે તો તે છે ‘IC 814’ જે એક મોટો વિવાદ બની ગયો છે. ડાયરેક્ટર અનુભવ સિંહાની આ વેબ સિરીઝના એક બાજુ વખાણ કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આ વેબ સિરીઝને લઈ વિવાદ પણ ખુબ ઉગ્ર બન્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે દ્ગીંકઙ્મૈટના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવ્યા છે.

તેની પાસે સ્પષ્ટતા પણ માંગી છે. ‘IC 814’ પર અનેક આરોપ લાગ્યા છે કે, આ વેબ સિરીઝમાં આંતકવાદીઓના સાચા નામ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાતને સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સ બાયકોટ એવું હૈશટેગ પોસ્ટ કરવામાં આવી રહ્યું છે.

ડાયરેક્ટર અનુભવ સિંહાની વેબ સિરીઝ ‘IC 814’ ડિસેમ્બર ૧૯૯૯માં થયેલી રિયલ ઘટના પર આધારિત છે. કાઠમાંડુ નેપાળથી નવી દિલ્હી માટે ઉડાન ભરનારી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર ‘IC 814’ને આતંકવાદીઓએ હાઈજેક કરી હતી. જેને અલગ અલગ સ્થળોથી કાંધાર, અફઘાનિસ્તાન લઈ જવામાં આવી હતી.

જેમાં ભારત સરકારને તેમના યાત્રિકોનો જીવ બચાવવા માટે આતંકવાદીઓની માંગ સ્વીકારવી પડી હતી. તેમની માંગ હતી ૩ આતંકવાદીઓ મૌલાના મસુદ અઝહર, ઓમર સયદ શેખ અને મુશ્તાક અહમદને ભારતની જેલમાંથી છોડ્યા હતા. ત્યારબાદ જે પણ ભારતમાં આતંકી ઘટનાઓ બની રહી છે. તેની પાછળ આ ૩નો મોટો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

૨૯ ઓગસ્ટના રોજ, ૧૯૯૯ની કંદહાર હાઇજેકની ઘટના પર આધારિત વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. કંદહાર હાઇજેકની આખી સ્ટોરી ૬ એપિસોડમાં બતાવવામાં આવી છે.

પ્લેનને પાંચ લોકોએ હાઇજેક કર્યું હતું.સિરીઝમાં, વેબ સિરીઝમાં હાઇજેકર્સના નામ બર્ગર, ડૉક્ટર, ભોલા, શંકર અને ચીફ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જાે કે આ તેમના સાચા નામ નહોતા, પરંતુ તેઓએ હાઇજેક દરમિયાન વાતચીત માટે તેમના કોડ નામો રાખ્યા હતા.ડાયરેક્ટર અનુભવ સિંહા ઉપર આરોપ છે કે, તેમણે આતંકીઓના રિયલ નામ છુપાવ્યા છે.