આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જેવા જાણીતા કલાકારો સાથે અનુરાગ બાસુના ડાયરેક્શનમાં બનેલી ‘લાઈફ ઈન એ મેટ્રો’ની સીક્વલ ફિલ્મ નું શૂટિંગ શરૂ થયુ હતું અને તેને સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાનો પ્લાન હતો, પણ શૂટિંગમાં વધારે સમય લાગ્યો હોવાથી હવે તેની રિલીઝ એક-બે મહિના માટે પોસ્ટપોન કરવામાં આવી છે.
‘લાઈફ ઈન એ મેટ્રો’માં એક જ શહેરમાં રહેતા અલગ-અલગ પ્રકારના લોકોની લવ સ્ટોરી હતી. આ લવ સ્ટોરીના નવા ટિ્વસ્ટ સાથે આગળ વધારવા માટે સીક્વલનું શૂટિંગ શરૂ થયુ હતું. શૂટિંગ શરૂ થયું ત્યારે તેને સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ હવે તેને નવેમ્બરના અંતમાં રિલીઝ કરવામાં આવશે. ‘લાઈફ ઈન એ મેટ્રો’નું મ્યૂઝિક ઓડિયન્સને પસંદ આવ્યુ હતું
અને તેથી સીક્વલમાં મ્યૂઝિકની જવાબદારી પ્રીતમને સોંપવામાં આવી છે. અનુરાગ બાસુએ ‘મેટ્રો… ઈન દિનો’માં ફ્રેશ સ્ટોરી અને વર્તમાન સમયને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.