Gujarat

૧૨ લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે યોજાઈ બેઠક

 

મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા શ્રી પૂનમબેન માડમ નું કરાયું ભવ્ય સ્વાગત

૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા શ્રી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ તબબકે કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે શ્રી પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી. આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.


આ તબ્બકે, ૧૨ લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટ મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ વરુ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તા. પ. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહીત સમાજ ના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થા ના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240429-WA0037.jpg