Gujarat

મૂકબધિર સગીરાને શોધવા 20 કિમીમાં આવતા 200 સીસીટીવી ફુટેજ ખંગાળ્યા

કપડવંજ પંથકમાં 12 વર્ષીય મૂકબધિર સગીરાના અપહરણ બાદ તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસે સગીરાને શોધી કાઢવા માટે 21 કર્મીઓની ફોજ અને 20 કિ.મી પર આવતા 200 જેટલા સીસીટીવી ફુટેજ અને બનાવ સ્થળેથી 5 કિમીનો રસ્તો ખંગાળ્યા હતા. આ દરમિયાન સગીરાને લઇ આવતા ઇસમને વણજારીયા પાસેથી ઝડપી પાડી સગીરાને બચાવી હતી.

કપડવંજ પંથકમાં રહેતી 12 વર્ષીય મૂકબધિર સગીરાને અજાણ્યા ઇસમો અપહરણ કરી ભગાડી જતા કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ તપાસમાં તેમની સાથે કપડવંજ ટાઉન અને જિલ્લા એસઓજીની ટીમ મળી કુલ 22 પોલીસકર્મીઓ અને ડોગ સ્કવોડની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી.

બનાવ સ્થળેથી પાંચ કિ.મી અંતરમાં આવતાં મકાનો, હોટલ અને 20 કિ.મીના રસ્તા પર આવતા 20 જેટલા સીસીટીવી ફુટેજ પોલીસે ખંગાળ્યા હતા. આ દરમિયાન સગીરાને બાજુના ગામમાં રહેતા નટવર ઉર્ફે મગરો અને રામસિંગ ઉર્ફે શકુર મોપેડ પર બેસાડી કપડવંજ લઇ ગયા હોવાની જાણ થતા પોલીસે બંને ઇસમોની રહેણાંક મકાનમાં તપાસ કરતા મળ્યા ન હતા.

જે બાદ આજુબાજુ તપાસ કરતા રામસિંહ મળી આવતાં તેની પૂછપરછ કરતા તે અને તેનો મિત્ર નટવર સગીરાને બેસાડી મહુધાના ચુણેલ ગામે મૂકી આવ્યા હોવાનું કહ્યું હતું. પરંતુ નટવર તેના ઘરે આવવાનો છે પરંતુ ક્યારે આવવાનો છે તેની જાણ ન હોવાનું કહ્યું હતું. આ બાદ પોલીસે અલગ અલગ રસ્તા પર વોચ ગોઠવી વણજારીયા પાટિયા પાસે વહેલી સવારે પસાર થતી રીક્ષામાંથી નટવરને ઝડપી પાડી, સગીરાને બચાવી લઇ તેના પરિવારને પરત સોંપી હતી.