Gujarat

5 એન્જિનિયર, 3 સ્નાતક, 2 પ્રિન્સિપાલ અને 1 કિશોર સહિત 47 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી

વડતાલમાં ચાલી રહેલ કાર્તકી મૈયા દરમિયાન દિક્ષા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા, સાધના માટે શ્રી હરિકૃષ્ણ મહારાજ ને સમર્પિત કર્યું છે. 47 પાર્ષદોએ દીક્ષા સાથે જ આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજના 21 વર્ષના કાર્યકાળ દરમિયાન 913 સાધકોએ સંત દિક્ષા લીધી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે ભાગવતી દીક્ષા વિધિવત સંપન્ન થઈ. અત્રે 200મો દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે 7 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નું ચાલનાર છે.

આ મહોત્સવમાં મંગળવારના રોજ પ્રબોધિની એકાદશી ના પવિત્ર દિવસે દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં 47 પાર્ષદોએ દીક્ષા લીધી હતી. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના 21 વર્ષના ગાદી કાળમાં કુલ 913 સાધકોને સંત દિક્ષા આપી છે. જેમાં આ દીક્ષા લેનાર સંતોમાં 3 ગ્રેજ્યુએટ, 5 એન્જીન્યર અને 2 પ્રિન્સિપાલ છે. ત્યારે આ દીક્ષા લેનાર સંતોમાં એક સૌથી નાના સંત છે. જે હાલમાં ધો – 12 પાસ કરી અને દીક્ષા લીધી હતી. ત્યારે આ સંત હાલમાં 17 વર્ષના છે. જેમને આ 200 માં દ્વિશતાબ્દી મહોત્સવ માં દીક્ષા લીધી હતી. જે બાદ તમામ લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.