Gujarat

પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં 500 યુવાનો કલેક્ટર કચેરીએ ઊમટ્યા, હજુ વધુ પરવાના મગાશે

મોરબી શહેર અને આસપાસના તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તારમાં દિવસેને દિવસે વ્યાજખોરો અને ભૂમાફિયાઓ સકંજો વધુને વધુ કસી રહ્યા છેે અને તેમના વમળમાં ફસાયેલા લોકો કોઇ પણ રીતે છટકી જ ન શકે તે હદે તેમના પર વિતાવી રહ્યા હોવા છતાં અનેક કિસ્સાઓમાં પોલીસની કામગીરી શંકાસ્પદ રીતે નબળી પડી રહી હોવાથી મોરબીમાં 500થી વધુ આક્રોશિત યુવાનો, ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા અને સ્વરક્ષણ માટે હથિયારના 200 કાયદેસર પરવાના આપવા મા ગણી કરી હતી.

યુવાનોએ આક્ષપો કરતાં જણાવ્યું હતું કે મોરબી શહેર અને તેમજ આસપાસના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે.

ઉપરાંત કોઇ ગેંગ યુવાનોને હનીટ્રેપ, અને ઓનલાઈન ગેમ અને અન્ય નશાના રવાડે ચઢાવી રહી છે અને તેમની પાસેથી રૂપિયા ખંખેરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખંડણી સહિતની ગુનાખોરી ધમધોકાર ચાલે છે.