જામનગર વીજતંત્ર દ્વારા વીજ ચોરીના દૂષણને ડામવા માટે કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ભાણવડ 515 વીજ જોડાણનું ચેકીંગ કર્યુ હતું.
જે પૈકી 76 જોડાણમાં ગેરરીતિ મળી આવતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.40.25 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. હાલારમાં વીજ ચોરીના દૂષણને દૂર કરવા માટે જામનગર પીજીવીસીએલ દ્વારા સમયાંતરે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત શનિવારે વીજતંત્રની ટીમ દ્વારા અંબાજી ચોક સુભાષ માર્કેટ હાપા તિરૂપતિ સોસાયટી સહિતના શહેરી વિસ્તારો તેમજ ભાણવડ તાલુકાના વિસ્તારોમાં 35 ટીમ દ્વારા દરોડા પાડીને વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 515 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 76 જોડાણમાં ગેરરીતિ ખુલતા વીજચોરી કરનાર આસામીઓને રૂ. 40.25 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારથી વીજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં 3 દિવસ દરમિયાન હાલારના જુદા જુદા સ્થળોએ વીજ ચેકીંગથી કામગીરી કરાઈ હતી.