આવનારી પેઢી પર્યાવરણને લઈને ખુબજ સભાન છે, પર્યાવરણની કાળજી રાખવી એ આપણો નાગરિક ધર્મ છે. નડિયાદની સી.બી.પટેલ આટર્સ કોલેજના મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરતો ધ્રુવ ભોઈ નામના વિદ્યાર્થીએ સપ્ટેમ્બરથી ડિસેમ્બર એમ 4 મહિના સુધી પર્યાવરણ પર ખાસ સર્વે કર્યો છે.
જેમાં ખેડા-આણંદના શિક્ષિત-અશિક્ષિત 205 યુવાનોને આવરી લેવામાં આવ્યાં હતા. સર્વેના તારણોમાં પર્યાવરણીય સમસ્યાએ વૈશ્વિક સમસ્યા હોવાનું બહાર આવ્યું છે. સાથે સાથે આ યુવાનો પૈકી 71.07% યુવાનો ઇલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી પહેલા જ કેટલી વીજળી વપરાશે તેની ચકાસણી કરતા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે.
205 યુવાનોમાં 148 યુવકો અને 57 યુવતીઓનો સમાવેશ
નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી.પટેલ આર્ટસ, કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતો ભોઈ ધ્રુવ નામના વિદ્યાર્થીએ ‘પર્યાવરણ સુરક્ષા’ સંદર્ભમાં શિક્ષિત અને અશિક્ષિત યુવાનોના મનોવલણો જાણવા પ્રયાસ કર્યો છે. જેમાં ખેડા અને આણંદ જિલ્લાના શિક્ષિત અને અશિક્ષિત યુવાનો મળી કુલ 205 યુવાનોને ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન પ્રશ્નો પુછી ખાસ સર્વે કર્યો છે.
આ 205 યુવાનોમા 148 યુવકો અને 57 યુવતીઓનો સમાવેશ થાય છે. સર્વે કરનાર ધ્રુવ ભોઈએ કોલેજના આચાર્ય પ્રો. ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી આ સર્વે કર્યો હતો. આ માટે ડો.પ્રકાશભાઈ વિછીયા અને ડો. અર્પિતાબેન ચાવડાએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

સંશોધનનો હેતું
આ સંશોધનનો હેતું જોઈએ તો, પર્યાવરણ સુરક્ષા સંદર્ભમાં શિક્ષિત અને અશિક્ષિત યુવાન સમજે તે છે. આ ઉપરાંત સમાજમાં જાગૃતિ અને સમજણ આવે, દરેક યુવાનોને તેની સંપૂર્ણ માહિતી મળી રહે અને સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં તેઓના વિચારોમાં ફેરફાર થઈ શકે તે અંગેનો છે.

સંશોધન પરિણામો પર નજર કરીએ આ સંશોધનમાં હેતુને ધ્યાનમાં રાખી ખેડા અને આણંદ જિલ્લાના શિક્ષિત અને અશિક્ષિત યુવાનોને પસંદ કરવામાં આવ્યાં હતા. જેમાં કુલ 205 યુવાનોમાંથી 148 યુવકો અને 57 યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમા 68.03% યુવાનોની વિચારસરણી એવી છે, કે જેમ જેમ જીવન વ્યવસ્થામાં સુધારા આવે છે .
તેમ તેની સાથે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ઘટાડો જોવા મળે છે. 71.07% યુવાનો ઇલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી વખતે તેમાં કેટલી વીજળીનો વપરાશ થશે તે બાબતની ચકાસણી કરીને જ તે આઈટમ ખરીદે છે.
98.05% યુવાનો માને છે, કે પર્યાવરણ બચાવ પ્રયાસમાં વૃક્ષોનું જતન કરવું જરૂરી છે. 93.02% યુવાનોનુ માનવું છે કે CNG ગેસનો વાહનોમાં ઉપયોગ કરવાથી પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઓછી થશે. 15.01% યુવાનો જો કોઈ અન્ય કામ કરી રહ્યા છે, તો તેઓ પાણીનો નળ ખુલ્લો રાખે છે અથવા તો તે પાણીનો નળ બંધ કરવાનું ભૂલી જાય છે. તેનાથી પાણીનો વ્યય થાય છે.

આ ઉપરાંત 71.04% યુવાનો એવું માને છે, કે CNG ગેસનો વાહનોમાં ઉપયોગ કરવાથી પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઓછી જોવા મળે છે. 93.02% યુવાનો એવું માને છે, કે લોકો જ્યાં-ત્યાં કચરો નાખે છે તે યોગ્ય નથી. 97.01% યુવાનો રાજ્ય અને વ્યવસાયિક સંસ્થાઓની સહાય કરવામાં રસ ધરાવે છે.
92.02% યુવાનો સમાજમાં પર્યાવરણ રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. 69.09% યુવાનો એવું માને છે કે એવી યોજના બનાવવી જોઈએ કે જેટલા વૃક્ષો કાપવાની જરૂરિયાત ઊભી થાય તેટલા જ વૃક્ષો ઉછેરવા પણ જોઈએ. 60.07% યુવાનોનુ કહેવુ છે કે, નદીઓ, પહાડ, તળાવ, ઝરણા, વૃક્ષોએ પ્રકૃતિના આભૂષણો છે.
એક વૃક્ષમાં નામ અભિયાનમાં 85.09% યુવાનોએ એક વૃક્ષની વાવણી કરી. 95.01% યુવાનો એવું માને છે કે પર્યાવરણ સુરક્ષા અંગે શિક્ષણ એ એક મહત્વનો ફાળો આપે છે.
સંશોધનના સૂચનો
- ઈલેક્ટ્રોનિક આઇટમની ખરીદી વખતે તેમાં કેટલી વીજળીનો વપરાશ થશે તેની ચકાસણી કરવી
- કુદરતી સંશાધનોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ
- પર્યાવરણ બચાવ પ્રયાસમાં વૃક્ષોનું જતન કરવું જોઈએ
- ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓનું સમાધાન વિશે વિચારવું જોઇએ
- પાણીનો જરૂરિયાત પૂરતો જ ઉપોયોગ કરવો જોઇએ
- જ્યાં-ત્યાં કચરો નાખવો જોઈએ નહિ. સ્વચ્છતા અભિયાન સાથે જોડાવવું જોઈએ
- વૃક્ષોનું જતન કરવું અને તેનું વાવેતર કરી તેનો ઉછેર કરવો જોઇએ
- પર્યારણન રક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ
- પર્યારણન સુરક્ષા વિશે નાના બાળકોને તેની માહિતી આપવી જોઈએ
- પર્યારણન રક્ષણ માટે રાજ્ય સરકાર અને વ્યવસાયિક સંસ્થાઓની સહાય કરવી જોઈએ