અમીરગઢ સરકારી વિનયન કૉલેજમાં કેન્દ્રિય સ્તરેથી NAAC PEER TEAMનું કૉલેજના મૂલ્યાંકન માટે આગમન થયું હતું. જેમાં ત્રણ તજજ્ઞો અલગ અલગ રાજ્યોમાંથી પધાર્યા હતા. જેમાં નેક ચેરપર્સન પ્રો. દેવર્ષીનાથ તેજપુર યુનિવર્સિટી, આસામ, નેક કો. ઓર્ડિનેટર પ્રો. પ્રદીપકુમાર શ્રીધર ડો. ભીમરાવ આંબેડકર યુનિ.
ઉત્તરપ્રદેશ, નેક સમિતિ સભ્ય પ્રો. ડો. અલીમહમ્મદ ડાર, સરકારી ડિગ્રી કૉલેજ, સોપિયન, જમ્મુ-કશ્મીરથી અમીરગઢ કોલેજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં અમીરગઢની પ્રાદેશિક સંસ્કૃતિને ઉજાગર કરતાં આદિવાસી લોકનૃત્ય દ્વારા સંગીતના વાજિંત્રો સાથે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની કોલજની વિદ્યાર્થિનીઓ દ્વારા ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલકથી મહેમાનોને વધાવ્યા હતા. પ્રથમ દિવસે આચાર્યનું પીપીટી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને જે બાદ કૉલેજના વિવિધ વિભાગના અધ્યાપકોનું પીપીટી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા. કોલેજની ભૌતિક સુવિધાઓ અને વાલીમિટિંગ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ સાથે મિટિંગ યોજવામાં આવી. જેમાં તમામ લોકોના અભિપ્રાયોથી અવગત થયા.