Gujarat

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંકલનની બેઠક યોજાઇ

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલ સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંકલનની બેઠક યોજાઇ હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવેલ સંગઠન નિર્માણ માટે મિશનવિસ્તાર કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલનની કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠક ની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલીયા, ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ચૈતરભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. તેમાં આમ આદમી પાર્ટી તાકાતથી લડશે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને વિવિધ મુદ્દાઓ પર આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી.