Gujarat

પાટડી પાલિકાના મહિલા કોર્પોરેટરને LICના 40 હજાર જમા થયાનો મેસેજ આવ્યો, મહિલાએ 27 હજાર સામેવાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર

પાટડી નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના ખાતામાં એલઆઈસીના રૂ. 40 હાજર જમા થયાનો મેસેજ આવ્યા બાદ મહિલાએ રૂ. 27,000 સામે વાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર બની હતી. જે મામલે મહિલાના પતિ દ્વારા સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ પાટડી પોલીસ મથકમાં પણ લેખિત રજૂઆત કરી છે.

પાછલા ઘણા સમયથી સાઇબર ક્રાઇમના ગુન્હાઓ ચિંતાજનક રીતે વધવા પામ્યા છે. જેમાં વિવિધ રીતે મોબાઈલમાં મેસેજ મોકલી લોકોને ભોળવી સાઇબર ફ્રોડના ગુન્હાઓને અંજામ આપવામાં આવે છે.

ત્યારે આવા જ એક સાયફર ફ્રોડનો શિકાર પાટડી નગરની મહિલા બનવા પામી છે. જેમાં પાટડી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર શ્વેતાબેન પ્રતીકકુમાર ઠક્કરના ખાતામાંથી રૂ. 27,000 જતા રહ્યાની ઘટના સામે આવી છે.

પાટડી જમાદારવાસમાં રહેતા પ્રતીકકુમાર ઠક્કરના પત્નિ અને પાટડી નગરપાલિકાના વોર્ડ નં-3ના મહિલા કોર્પોરેટર શ્વેતાબેન પ્રતીકકુમાર ઠક્કર પાટડી પાસે આવેલા માવસરની જગ્યાએ દર્શન કરવા ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા નંબરમાંથી એમને ફોન આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, તમારી એલઆઇસીની એક પોલિસી પાકી ગઈ છે.

એનું પેમેન્ટ તમારા ખાતામાં કરાવું છું, એમ કહી સામેવાળી વ્યક્તિએ રૂ. 10 મહિલાના ખાતામાં પેમેન્ટ જમા કરાવીને એનો ટેક્ષ મેસેજ આવ્યો હતો. બાદમાં સામેવાળી વ્યક્તિએ ફરી રૂ. 10,000 અને બાદમાં રૂ. 30,000 જમા કરાવ્યાનો મહિલાને ટેક્ષ મેસેજ આવ્યો હતો. બાદમાં એ ભાઈનો મહિલા ઉપર ફોન આવ્યો હતો.

જેમાં એણે કહ્યું હતું કે, તમારા ખાતામાં મારાથી ભૂલથી રૂ. 27,000 જમા થઇ ગયા છે. તો મને પાછા ફોન પેથી જમા કરાવોને. એમ ખેલાડી મહિલા શ્વેતાબેને પોતાના ખાતામાં બેલેન્સ ચેક કર્યા વિના સામેવાળા ભાઈને પોતાના ખાતામાંથી રૂ. 27,000 ફોનપેથી મોકલી આપ્યા હતા.