જામનગરના ઉધોગનગરમાં ભંગારના વાડામાં આગથી દોડધામ મચી ગઇ હતી. આગનું કારણ અકબંધ રહ્યું છે. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
જામનગરના એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા યોગેન્દ્રભાઈ દોશી આસામીના પ્લોટ નં.સી-21 સ્થિત ભંગારના વાડામાં મંગળવારે સવારે સાતેક વાગ્યે કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ધસી ગયો હતો અને એક ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ભંગારના વાડામાં આગા કયાં કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

