થરાદ શહેર પાસે આવેલ અભેપુરા ગામે આવેલ શ્રીહરિ સોસાયટી ખાતે આવેલ ખુલ્લા વિસ્તારમાં બાવળોની ઝાડીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ ફાયર ટીમને જાણ કરતાં ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અભેપુરા ગામે આવેલ શ્રીહરિ સોસાયટી ખાતે ખુલ્લા વિસ્તારમાં બાવળોની ઝાડીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.
થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
