Gujarat

જામનગરના મસિતીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું, 12 શખ્સોને 6.84 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા

જામનગરની ભગોડે આવેલા દરેડ નજીક મસીતીયા ગામના સીમ વિસ્તારમાં ધમધમતું જુગારધામ પોલીસે ઝડપી પાડ્યું હતું. જુગાર રમી રહેલા 12 શખ્સોને રોકડ રકમ, મોબાઇલ ફોન અને કાર સહિત રૂા.7.84 લાખના મુદ્દામાલ સાથે પંચ બી પોલીસે દબોચી લીધા હતા.

જામનગર તાલુકાના મસીતીયા ગામની સીમ વિસ્તારમાં આવેલી હાજીભાઇ ઓસમાણભાઇ ખફીની વાડીમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા બલ્બના અજવાળે જુગાર રમી રહેલા અકરમ ગુલમામદ ખફી, ઇકબાલ ઇસ્માઇલ ખફી, તૌફીક અબ્દુલભાઇ દેખાન, યાશીન ફિરોજભાઇ ખફી, સતિષ હરિશભાઇ મંગી, અકરમ સલીમભાઇ બ્લોચ, અનીલ સોમાભાઇ ચાવડા, હિતેષ ઉર્ફે સાકીડો ચાવડા, અક્ષય દિનેશભાઇ રાઠોડ, રમેશ મુળજીભાઇ વાઘેલા અને સુનીલ ગ્યાનચંદ લાલવાણીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રકમ રૂા.1,09,400 અને ત્રણ મોટરસાયકલ, એક કાર સહિત રૂા.6,84,900નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના વિજરખી ગામેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા હતા. તેના કબ્જામાંથી રૂા.2.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર અને ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, જામનગર તાલુકાના વિજરખી ગામે રહેતાં કારાભાઈ જસંગભા લોખીલ નામનો શખ્સો પોતાની વાડીએ નાલ ઉઘરાવી બહારની માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે.

આ ચોક્કસ બાતમીના આધારે LCB સ્ટાફે જામનગર તાલુકાના વિજરખી ગામે કારાભાઈ લોખીલની વાડીએ દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલાં કારાભાઈ જેસંગભાઈ લોખીલ (ઉં.42, રહે.વિજરખી ગામ તા.જી.જામનગર), પરબતભાઈ મોમાભાઈ સરસીયા (ઉં.49, રહે. વિજરખી ગામ તા.જી.જામનગર), અજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉં. 39, રહે.મહાપ્રભુજીની બેઠક રાધીકા સ્કુલની સામે જામનગર), અમરાભાઈ રાણાભાઈ બાંભવા (ઉં.40, રહેનેવી મોડા ગામ તા.જી.જામનગર), સંજયભાઈ દયાળજીભાઈ ચૌહાણ (ઉં.24, રહે.વિજરખી ગામ તા.જી.જામનગર), મચ્છાભાઈ વેજાભાઈ બાંભવા (ઉં.34 રહે. ખીમલીયા ગામ તા.જી.જામનગર), દેવાતભાઈ ગોગનભાઈ ચુચર (ઉં.53, રહે. મીયાત્રાગામ તા.જી.જામનગર) નામના સાત શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂા.1,08,000 ની રોકડ, રૂા.30 હજાર ની કિમંતના 6 નંગ મોબાઈલ અનુ રૂા.80 હજારની કિંમતના બે મોટરસાઇકલ સહિત કુલ રૂા.2.18,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.