ચરોતર પંથકની સુપ્રસિદ્ધ સી.બી. પટેલ આર્ટસ કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘થિયરી ઝેડ’ વિષય પર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું હતું. વિલિયમ આઉચી દ્વારા આપવામાં આવેલ ‘થિયરી ઝેડ’ મનોવિજ્ઞાન વિષયમાં સેમેસ્ટર -4 માં અભ્યાસક્રમમાં આવે છે.
જાપાનીઝ કંપનીઓમાં કારીગરો કેટલી નિષ્ઠાથી કાર્ય કરે છે તેની માહિતી ‘થિયરી ઝેડ’ પરથી કાર્યક્રમના મુખ્ય વક્તા ઓપન માઈન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, આણંદના થેરાપિસ્ટ ગાયત્રીબેન આંબલીયા દ્વારા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત કુ.વિધિ ચૌહાણે કરેલ પ્રાર્થનાથી થઇ હતી. ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પ્રકાશભાઈ વિછીયાએ તથા કાર્યક્રમનું સંચાલન ડો. અર્પિતાબેન ચાવડા દ્વારા કરવામા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કુ. વિધિ સોનીએ કરી હતી. આચાર્યએ વિદ્યાર્થીઓને જાપાનીઝ કર્મચારીઓ જેવા બનવા હાંકલ કરી હતી.
