Gujarat

ઉનાના વ્યાજપુર પાસેથી પસાર થતા ગે.કા.લાકડા ભરેલ ટ્રેક્ટર સાથે એક શખ્સને વનવિભાગે ઝડપી પાડી…દંડ વસુલ કર્યો

ઉના ભાવનગર હાઈવે પર વ્યાજપુર ગામ પાસે એક ટ્રેકટરમાં ગેરકાયદેસર લાકડા ભરી લઈ જવાતાં હોવાની જાણ જસાધાર રેન્જ હેઠળના જસાધાર રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટરને થતા રસ્તા પર આ ટ્રેક્ટરને રોકાવી પૂછપરછ કરી હતી. જેમાં આ શખ્સોએ પાસ પરમીટ વગર લઈ જવાતા હોવાનુ ખુલતા ટ્રેકટરમાં ભરેલા લાકડાં સહીતની મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડી દંડ ની રકમ વસૂલાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીરગઢડાના જસાધાર રેન્જ હેઠળના જસાધાર રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર વી.આર.ચાવડા પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં રેવન્યુ વિસ્તારમાં રોડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઉના તાલુકાના વ્યાજપુર ગામે ઉના-રાજુલા હાઇવે રોડ પર હોન્ડાના સોરૂમ નજીકથી ટ્રક નં. જી.જે.૩ ૨.ટી.૫૧૮૨ માં આટકાટ લીમડાના લાકડા ભરીને એક ટ્રક શંકાસ્પદ હોવાનુ જણાતા ત્યારથી નીકળેલ તેને રોકી ડ્રાઇવરની પુછપરછ કરી હતી. આ શખ્સોની પૂછપરછ દરમ્યાન વેરાવળ વાડી વિસ્તાર માંથી આટકાટ (લીમડા)ના લાકડા ભરીને મહુવા ખાતે લઇ જતા હતા.
જેની પાસે લાકડા વાહતુક અંગેની પરમીટ માંગતા તેની પાસે કોઇ લાકડા વાહતુક કરવાની પાસ પરમીટ ન હતી. જેથી મે. નાયબ વન સંરક્ષક ગીર (પુર્વ) વન વિભાગ, ઘારી રાજદીપસિંહ ઝાલા, મે. મદદનીશ વન સંરક્ષક ઉના મનિષ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.બી.ભરવાડ, રાઉન્ડ ફોરેસ્ટર વી.આર.ચાવડા તેમજ આર.એસ.સારલા ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ટ્રક ડ્રાઇવર નુરૂભાઇ ઇબ્રાહીમભાઇ ચૌહાણ રહે.ગોવીંદપરા વેરાવળ વાળાની અટક કરી હતી. અને તેની પાસેથી નુકશાની પેટે રૂા.20 હજારનો દંડ વસુલ કરી જામીન પર મુકત કરવામાં આવેલ હતો.