Gujarat

સાવરકુંડલામાં શ્રી કે.કે હાઈસ્કૂલ અને એનએસયુઆઈના સંયુક્ત ઉપક્રમે કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

તા.૬-૯–૨૪ના રોજ શ્રી કે.કે હાઈસ્કૂલ અને એનએસયુઆઈના સંયુક્ત  ઉપક્રમે શાળાના પ્રાર્થનખંડમાં એનએસએસ યુનિટની નિયમિત પ્રવૃતિના ભાગરૂપે એક ક્વિઝ સ્પર્ધાનું રસપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં શાળામાં ભણતા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની ચાર ટીમો બનાવવામાં આવી હતી. આ ચારેય ટીમોના નામ નચિકેતા, પ્રહલાદ, એકલવ્ય અને ધ્રુવ એવા ભારતના શૂરવીર બાળભક્તો ઉપરથી રાખવામાં આવ્યા હતા.
કવિઝમાં રિઝનિંગ,વોઇસ,ઇમેઝ અને સોન્ગ તથા જનરલ નોલેજની બઝર રાઉન્ડ દ્વારા રોચક પ્રશ્નોત્તરી રાખી હતી. જેમાં નચિકેતા ટીમ વિજેતા બની હતી.એનએસયુઆઈ દ્વારા વિજેતા બનેલ ટીમને મોમેન્ટો આપી બિરદાવવામાં આવી હતી.આ નચિકેતા ટીમમાં જાદવ ઉમંગ(૯ બ), વાઘેલા ખુશાલ(૧૦ બ), ઝાપડા રેણુકા( ૧૧ બ) અને ગોસાઈ દિશા( ૧૨ ક) એ ખૂબ જ સુંદર પર્ફોમન્સ આપ્યું હતું.આ સમગ્ર ક્વિઝ સ્પર્ધાની રસપૂર્ણ સ્ક્રિપ્ટ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા સાયન્સ શિક્ષક અજયભાઈ ચાવડાએ તૈયાર કરી હતી. બઝર બોર્ડ અને સ્કોરબોર્ડનું સંચાલન સાયન્સ શિક્ષક  સાગરભાઈ વાડોદરિયા અને સા.વિજ્ઞાન શિક્ષિકા  ભૂમિકાબેન ઢગલે કર્યું હતું.સમગ્ર ક્વિઝનું સુંદર અને સફળ સંચાલન શાળાના સુપરવાઇઝર  કમલેશભાઈ ગોંડલીયાએ કર્યું હતું.
આ ક્વિઝ સ્પર્ધામાં એનએસયુઆઈ ગુજરાત પ્રદેશના વાઈસ પ્રેસિડેન્ટ  કેતનભાઇ ખુમાણે આજના આધુનિક સમયમાં જનરલ નોલેજના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ  ઉષાબેન તેરૈયા તથા જેવી મોદી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ  આશિષભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે  અજયભાઈ ચાવડા,  કમલેશભાઈ ગોંડલીયા તથા સાગરભાઇ વાડોદરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઇ ગુજરીયાએ વિજેતા ટીમ અને સૌ ગુરુજનોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી