જિલ્લા કલેકટર અનીલ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા યોજાવાની હોઈ છોટાઉદેપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી કલેકટર ઉપરાંત પરીક્ષા સમિતિના સભ્યો એસપી ઈમ્તિહાસ શૈખ, પ્રયોજના વહીવટદાર સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર એસ.કે ગોક્લાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ચોબીસા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાર અને વિવિધ સંઘના હોદ્દેદારો તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સભ્ય સચિવ જિલ્લા શિક્ષણધિકારી આનંદકુમાર પરમાર દ્વારા પરીક્ષાને લગતી વિગતો રજૂ કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ જેવાકે બિલ્ડીંગ એલોકેશન, સુરક્ષા, સ્ટાફ ફાળવણી તથા અન્ય એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથેની સંકલનની બાબતે કલેકટરશ્રીએ સૂચનો કર્યા હતા. વિવિધ સંધો દ્વારા જે પ્રશ્નો હતા તેની રજૂઆત કરતા જેને યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા.

