Gujarat

દીવ થી કેસરિયા ગામે આવતી રીક્ષા….ઉનાના ભાડાસી ગામના પાટીયા પાસે ચાલું રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અચાનક પલ્ટી ખાતા ડ્રાઈવર સહિત બે વ્યકિતઓને ગંભીર ઈજા થતાં સારવાર અર્થેખસેડાયા…

દીવ થી કેસરિયા તરફ આવતી રિક્ષા અચાનક ઉનાના ભાડાસી ગામના પાટીયા પાસે ચાલું રિક્ષા પલ્ટી ખાતા ડ્રાઈવર તેમજ રિક્ષામાં બેઠેલ એક વ્યક્તિ સહીત બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્ત અને પ્રથમ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલે રીફર કરાયા છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વિક્રમ સોલંકી પોતાની છકડો રીક્ષા લઈ દીવ થી કેસરીયા તરફ આવતા હતાં. ત્યારે ઉનાના ભાડાસી ગામના પાટિયાં પાસે અચાનક રિક્ષા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ રીક્ષામાં સવાર રામભાઇ સાદુર પરમાર અને ડ્રાઈવર બન્ને વ્યક્તિઓ ફંગોળાઈ જઈ નિચે પટકાતા ડ્રાઈવર વિક્રમ સોલંકીને પગના ભાગે ફેક્ચર થયુ હતું.
જ્યારે રીક્ષામાં બેઠેલા રામભાઇને મોંઢામાં આંખ હાથ પગ શરીરના અલગ અલગ જગ્યા પર ગંભીર ઈજા પહોંચતા લોહીલોહાણ હાલતમાં બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બન્નેને વધું સારવાર અર્થે રામભાઈને ભાવનગર તેમજ ડ્રાઇવર વિક્રમભાઇ ઉના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે રીક્ષા ચાલકનું કહ્યું છે કે સામેથી આવતી કારને બચાવવા જતા રીક્ષા પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. અંગે પોલીસે આગળની વધુ તપાસ કરવા તજવીજ હાથ ધરેલ છે.

IMG-20240129-WA0016-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *