Gujarat

પ્રાચી તીર્થ ખાતે શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય ખાતે સાધારણ સભા નુ આયોજન કરાયું 

ગીર સોમનાથ  જિલ્લાના સુત્રાપાડા તાલુકાના  પ્રાચી તીર્થ ખાતે  શ્રી કારડીયા રાજપૂત દુદાભાઈ ગીગાભાઈ ઝણકાટ ટ્રસ્ટ સંચાલિત ધર્માલય ની સાધારણ સભા મળી હતી. જેમા સમાજના યુવાનો ને તક આપી શ્રેષ્ઠીઓ 9 વર્ષ થી સેવા આપતા હતા. તેઓએ ઐતિહાસિક નિર્ણય કરી નવ યુવાનો ને તક આપવા ટ્રસ્ટી તરીકે પદ છોડી ને નવા ટ્રસ્ટી મંડળ ની રચના કરી. આજે કોઈ ને હોદ્દા છોડવો નથી ગમતા જ્યારે કારડીયા રાજપૂત સમાજ ના   ૧૯ ટ્રસ્ટીઓ એ, એક સાથે   પદ છોડી કારડીયા રાજપૂત સમાજ માં ઉદાહરણરૂપ પહેલ કરી છે.
સમાજના પ્રતિષિઠ આગેવાનો દ્વારા આ કાર્ય ની ખુબ જ પ્રશંસા કરી નવા ટ્રસ્ટીમંડળ ને ઉમળકાથી આવકારેલ છે. નવા ટ્રસ્ટી મંડળ માં રામસિંહભાઈ જગમાલભાઈ ડોડીયા ના પ્રમુખ સ્થાન સંભાળી પ્રમુખ તેમજ ટ્રસ્ટીશ્રી ની ટીમ દ્વારા કાર્યભાર સંભાળી ને સુંદર કામગીરી શરૂ કરી દીધી છે.
હાર્દિક કાનાબાર પ્રાચી