સંભલ હિંસા મામલે પોલીસની કાર્યવાહી, પથ્થરબાજાેના પોસ્ટર જારી કર્યા
સંભલ હિંસા મામલે પોલીસ વધુ વીડિયો, સીસીટીવી અને ડ્રોન ફૂટેજની તપાસમાં લાગી ગઈ છે
ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે ૧૦૦ પથ્થરબાજાેના પોસ્ટર જારી કર્યા છે. તેમાંથી મોટાભાગના લોકોના હાથમાં પથ્થર છે. મોઢું બાંધેલું છે. બુધવારે પોસ્ટર રિલીઝ કરતાં પોલીસે કહ્યું કે વધુ વીડિયો, સીસીટીવી અને ડ્રોન ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં વધુ પોસ્ટર રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત રસ્તાઓ પર પોસ્ટર અને હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં ૪ મહિલાઓ સહિત ૨૭ બદમાશોની ધરપકડ કરી છે અને તેમને જેલમાં ધકેલી દીધા છે. સંભલ પોલીસે એક મહિલાનું પોસ્ટર પણ બહાર પાડ્યું હતું. પથ્થરબાજી કરનાર આ મહિલા દીપસરાય વિસ્તારની છે. તે ટેરેસ પરથી પથ્થર ફેંકતી જાેવા મળે છે. આ વિસ્તાર સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કનો છે.
સંભલમાં હિંસાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘર પાસે ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કરતી જાેવા મળે છે. કમિશનર અંજનેય સિંહે કહ્યું- પથ્થરબાજીમાં સંડોવાયેલા કોઈપણ અનિયંત્રિત તત્વોને બક્ષવામાં આવશે નહીં. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ. તે જ સમયે, બુધવારે યુપીના આબકારી રાજ્ય મંત્રી નીતિન અગ્રવાલે કહ્યું- કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. સાર્વજનિક સ્થળોએ પથ્થરમારો કરનારા અને તોફાનો ભડકાવનારા બદમાશોના પોસ્ટર લગાવવામાં આવશે. જાહેર સંપત્તિને નુકસાન થયું છે. બદમાશો પાસેથી વળતર લેવામાં આવશે. અહીં યોગી સરકાર હિંસામાં જે લોકોના નામ સામે આવ્યા છે તેમની ઓળખ કરીને તેમની પાસેથી નુકસાન વસૂલવાની તૈયારી કરી રહી છે. ગૃહ અને પોલીસ વિભાગ આમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
૨ દિવસ પહેલા એટલે કે રવિવારે સવારે ૬.૩૦ કલાકે ડીએમ-એસપી સાથેની ટીમ ફરી જામા મસ્જિદ સર્વે કરવા પહોંચી હતી. ટીમને જાેઈને મુસ્લિમ સમાજના લોકો ગુસ્સે થઈ ગયા. થોડી જ વારમાં બેથી ત્રણ હજાર લોકો જામા મસ્જિદની બહાર પહોંચી ગયા. જ્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. આ પછી હિંસા ફાટી નીકળી હતી. હિન્દુ પક્ષે ૧૯ નવેમ્બરના રોજ સંભલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ૯૫ પાનાની અરજીમાં હિંદુ પક્ષે બે પુસ્તકો અને એક રિપોર્ટનો આધાર બનાવ્યો છે. તેમાં બાબરનામા, ઈન-એ-અકબરી પુસ્તક અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)નો ૧૫૦ વર્ષ જૂનો અહેવાલ સામેલ છે. સંભલની સિવિલ કોર્ટે તે જ દિવસે કમિશનરને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના થોડા કલાકો બાદ કમિશનરની ટીમે તે જ દિવસે સર્વે હાથ ધર્યો હતો. સર્વે રિપોર્ટ એક સપ્તાહમાં રજૂ કરવાનો રહેશે. જામા મસ્જિદ પક્ષે સિવિલ કોર્ટના આ આદેશ સામે અપીલ દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી ૨૯ નવેમ્બરે થશે.
હિન્દુ પક્ષ લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે સંભલની જામા મસ્જિદની જગ્યા પર મંદિર હતું. ૧૯ નવેમ્બરે ૮ લોકો આ મામલાને લઈને કોર્ટમાં પહોંચ્યા અને અરજી દાખલ કરી. તેમાં સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈન અને તેમના પુત્ર વિષ્ણુ શંકર જૈન અગ્રણી છે. આ બંને તાજમહેલ, કુતુબ મિનાર, મથુરા, કાશી અને ભોજશાળાની બાબતો પણ જાેઈ રહ્યા છે. આ સિવાય અરજદારોમાં વકીલ પાર્થ યાદવ, બનાના મંદિરના મહંત ઋષિરાજ ગિરી, મહંત દીનાનાથ, સામાજિક કાર્યકર્તા વેદપાલ સિંહ, મદનપાલ, રાકેશ કુમાર અને જીતપાલ યાદવના નામ સામેલ છે. હિન્દુ પક્ષનો દાવો છે કે આ સ્થાન શ્રી હરિહર મંદિર હતું, જેને બાબર દ્વારા ૧૫૨૯માં તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. હિન્દુ પક્ષે સંભલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ૯૫ પાનાની અરજીમાં હિંદુ પક્ષે બે પુસ્તકો અને એક અહેવાલને આધાર બનાવ્યો છે. તેમાં બાબરનામા, ઈન-એ-અકબરી પુસ્તક અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)નો ૧૫૦ વર્ષ જૂનો અહેવાલ સામેલ છે.